એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 80000 કેસ નોંધાતા ભારત વિશ્વમાં પહેલું

દેશમાં પહેલી વખત માત્ર 24 કલાકમાં જ કોરોના વાઇરસના 80 હજારથી વધુ કેસો સામે આવ્યા છે, જે મામલે ભારત પહેલા ક્રમે હોવાનો રિપોર્ટ છે. પ્રાપ્ત આંકડા અનુસાર માત્ર 24 કલાકમાં જ કોરોનાના વધુ 80078 કેસો નોંધાયા હતા.

24 કલાકમાં કોઇ દેશમાં આટલી મોટી સંખ્યામાં કેસો નથી નોંધાયા તેથી આ મામલે ભારત પ્રથમ દેશ બન્યો છે. આ દરમિયાન વધુ 958 લોકો મોતને ભેટયા હતા અને મૃત્યુઆંક પણ 64 હજારને પાર પહોંચી ગયો છે. કુલ કેસોનો આંકડો પણ 36 લાખને પાર પહોંચી ગયો છે અને 27 લાખથી વધુ લોકોને સાજા કરી લેવાયા છે.

ભારતમાં પહેલી વખત રેકોર્ડ બ્રેક 10 લાખથી વધુ સેંપલોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, આ પહેલા એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાનું ટેસ્ટિંગ નથી કરવામા આવ્યું. આ સાથે જ દેશમાં કોરોના ટેસ્ટનો કુલ આંકડો 4.14 કરોડને પાર પહોંચી ગયો છે.

આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે જેમાં વધુમાં જણાવાયુ હતું કે સરકારનો એ લક્ષ્યાંક છે કે એક દિવસમાં 10 લાખ ટેસ્ટ કરવામાં આવે કે જેથી વહેલા કોરોનાના દર્દીઓને સારવાર આપી સાજા કરી શકાય.

દેશભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 3612164ને પાર પહોંચી ગઇ છે. અને મૃત્યુઆંક પણ 64536એ પહોંચી ગયો છે. જોકે સાથે જ 276550 લોકોને સાજા કરી લેવામાં આવ્યા હતા. સાજા થઇ ગયેલાનો આંકડો માત્ર 24 કલાકમાં જ 59403 નોંધાયો છે. જોકે સાથે જ પહેલી વખત 24 કલાકમાં સૌથી વધુ 80078 કેસો સામે આવ્યા છે અને આ જ સમયગાળા દરમિયાન 958 લોકો મોતને ભેટયા છે.

સરકારે જારી કરેલા આંકડા અનુસાર દેશમાં મૃત્યુદર 1.79 ટકાએ પહોંચી ગયો છે જે એક સમયે ત્રણ ટકાથી પણ વધુ હતું, એટલે કે સાજા થનારાઓની સંખ્યા વધી રહી છે. જે કુલ કેસો સામે આવ્યા છે તેમાંથી એક્ટિવ કેસો માત્ર 20.60 ટકા છે.

દેશમાં જેમ જેમ સાજા થનારાઓની સંખ્યા વધી રહી છે તેમ રિકવરી રેટ પણ સુધારામાં છે. રિકવરી રેટ હવે વધીને 76.61 ટકાએ પહોંચી ગયો છે અને તેમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. પાંચમી ઓપ્રીલે દેશમાં રિકવરી રેટ માત્ર 7.69 ટકા હતો. મે મહિનામાં તે વધીને 26 ટકા અને જુલાઇ મહિનાની શરૂઆતમાં 60.77 ટકાએ પહોંચ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.