1 માર્ચથી બેંકિંગ, લોટરી અને ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર લોકોના જીવન પર પડશે. 1 માર્ચથી સરકાર અને પ્રાઇવેટ લોટરી પર એકસમાન 28% ટેક્સ લાગુ કરવામાં આવશે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો કે જેમણે ફેબ્રુઆરીના અંત સુધી KYC નહીં કરાવ્યું હોય તેઓ તેમનાં ખાતાંમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. અહીં માર્ચ મહિનાથી થનારા 5 ફેરફાર વિશે જણાવવામાં આવ્યું છે.
1 માર્ચથી સરકારી અને પ્રાઇવેટ લોટરી પર એકસમાન 28% ટેક્સ વસૂલવામાં આવશે. અત્યારે રાજ્ય સરકારો દ્વારા સંચાલિત લોટરી પર 12% GST અને રાજ્ય સરકાર દ્વારા અધિકૃત લોટરી પર 28% GST લાગે છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડિસેમ્બરમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં તમામ પ્રકારની લોટરીઓ પર એક જ દરે GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરનામામાં જણાવાયું છે કે, હવે 14 ટકાના દરે તમામ પ્રકારની લોટરીઓ પર GST લેવામાં આવશે અને આટલો જ GST રાજ્ય લઈ શકશે. આના કારણે લોટરી પર લાગનારો GST કુલ 28% થઈ જશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને 28 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કહ્યું છે. જો કોઈ ગ્રાહક કેવાયસી ન કરાવે તો તેનાં બેંક ખાતાંમાં ટ્રાન્ઝેક્શન અટકાવી દેવાશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તમામ બેંક ખાતાંઓ માટે કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.