1 ઑક્ટોબરથી આ બૅન્ક ખાતામાં પૈસાની લેવડ-દેવડનો નિયમ બદલાઇ જશે

એસબીઆઈ બૅન્ક ખાતામાં પૈસા જમા કરાવવાના નિયમો સાથે સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. એસબીઆઈના પરિપત્ર મુજબ 1 ઑક્ટોબર 2019 પછી તમે એક મહિનામાં તમારા ખાતામાં ફક્ત ત્રણ વખત જ પૈસા મફતમાં જમા કરાવી શકશો.

દેશની સૌથી મોટી સરકારી બૅન્ક, ભારતીય સ્ટેટ બૅન્ક (SBI) 1 ઑક્ટોબરથી તેના ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બૅન્કે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમો અનુસાર એસબીઆઇએ ચેક બૂકમાં પેઇઝ ઘટાડ્યા છે, જ્યારે બીજી બાજુ ચેક બૂક પર ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો 1 ઑક્ટોબર 2019થી દેશભરમાં લાગુ થશે.

સર્વિસ ચાર્જની નવી યાદી મુજબ હવે નાણાકીય વર્ષમાં 25 ની જગ્યાએ બચત ખાતા પર ફક્ત 10 ચેક જ મફત આપવામાં આવશે. ત્યારબાદ 10 ચેક લેવા માટે 40 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે પહેલા તમારે 10 ચેક લેવા માટે 30 રૂપિયા ચૂકવવા પડતા હતા.

(1) બૅન્ક ખાતામાં જમા કરાવવાનાં નિયમો- 1 ઑક્ટોબર 2019 પછી તમે એક મહિનામાં તમારા ખાતામાં ફક્ત ત્રણ વખત જ પૈસા મફતમાં જમા કરાવી શકશો. જો તમે આ રકમથી વધુ જમા કરાવો તો તમારે દરેક વ્યવહાર પર 50 રૂપિયા (વધારાના જીએસટી) ચૂકવવા પડશે.

(2) મહિનાનું લઘુત્તમ બૅલેન્સના નિયમો – શહેરોમાં ન્યૂનતમ બૅલેન્સ 5000 થી ઘટાડીને 3000 રૂપિયા કરવામાં આવશે. નવા નિયમોમાં પરિવર્તન હેઠળ જો કોઈ ગ્રાહક તેના ખાતામાં ઓછામાં ઓછું 3000 રૂપિયા બૅલેન્સ રાખતો હોય અને તેની રકમ ઘટીને 1500 થઈ જાય તો તેના પર 10 રૂપિયા અને જીએસટીનો ચાર્જ લેવામાં આવશે.

(3) NEFT અને RTGS નિયમ બદલાયો – નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર અને રિયલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટનો ચાર્જ પણ બદલાશે. આ ડિજિટલ ચુકવણીનું માધ્યમ મફત છે અને તેની ફી શાખા પર વસૂલવામાં આવે છે. 10,000 રૂપિયા સુધીની એનઇએફટી વ્યવહારો પર 2 રૂપિયા જીએસટી લાગશે.

(4) ચેકબૂકના નિયમો – 1 ઑક્ટોબરથી બચત બૅન્ક ખાતાધારકને પ્રથમ 10 ચેક મફતમાં મળશે. ત્યારબાદ 10 ચેક લેવા માટે 40 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે પહેલા તમારે 10 ચેક લેવા માટે 30 રૂપિયા ચૂકવવા પડતા હતા. બૅન્કના પરિપત્ર મુજબ જો કોઈ ટેકનીકી કારણોસર (બાઉન્સ સિવાય) 1 ઑક્ટોબર પછી ચેક પાછો આવે છે, તો ચેક જાહેર કરનારને 150 રૂપિયા અને વધારાના જીએસટી ચૂકવવા પડે છે. આ ચાર્જ જીએસટી સહિત 168 રૂપિયા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.