નવી દિલ્હી: દુનિયાભરમાં શનિવારે, 23 માર્ચ 2024ના રોજ રાતના 8.30થી 9.30 વાગ્યા સુધી અર્થ અવર મનાવામાં આવશે. આ એક વૈશ્વિક અભિયાન છે. જે અંતર્ગત લોકોને એક કલાક માટે લાઈટ બંધ રાખીને ઊર્જા બચાવવાનો સંકલ્પ લે છે.
- વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સંસ્થા તરફથી દર વર્ષે દુનિયામાં અર્થ આવરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દુનિયાભરમાં કરોડો લોકો એક કલાક માટે લાઈટ બંધ રાખે છે. જેના કારણે તેને અર્થ આવર કહેવાય છે.
- અર્થ આવરની શરુઆત 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાંથી થઈ હતી. ત્યારથી તે દુનિયાભરમાં એક લોકપ્રિય આંદોલન બની ગયું છે. 2023માં 188 દેશો અને આ વિસ્તારના 190 મિલિયનથી વધારે લોકોએ અર્થ આવરમાં ભાગ લીધો હતો. આ વખતે પણ આ તમામ દેશો હોંશેહોંશે આ અભિયાનમાં ભાગ લેશે.
- શનિવારના રોજ રાતના 8.30 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી પોતાના ઘર, દુકાન અને ઓફિસમાં લાઈટ બંધ રાખવી. મીણબત્તી, દીવડો અથવા સૌર ઊર્જાથી ચાલતા લેમ્પનો ઉપયોગ કરો. પોતાના પરિવાર અને દોસ્તોને અર્થ આવરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. સોશિયલ મીડિયા પર #EarthHourનો ઉપયોગ કરીને અભિયાનને આગળ વધારો.
- રાતના 8.30થી 9.30 વાગ્યા સુધી લાઈટ બંધ રાખવી. વધારેમાં વધારે ઝાડ લગાવવા જોઈએ. અર્થ આવર એક નાનું એવું કામ છે, પણ તેના અઢળક ફાયદા છે. તે આપણને ઊર્જા બચાવવા, જળવાયુ પરિવર્તનથી લડવા અને એક શાનદાર ગ્રહ બનાવવા માટે પ્રેરણા આપે છે. તેના આયોજનથી દુનિયાભરના લોકોને દરરોજ પ્રકૃતિથી થતાં નુકસાન પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિને થતાં નુકસાનને રોકવા માટે પણ પ્રેરણા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.