સારી ક્વાલિટીના બિયારણના કારણે દેશમાં ખેતીના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ જોવા મળી રહી છે. તેમ છતાં આ ક્ષેત્રમાં હજુ પણ પ્રગતિની સંભાવના ખૂબ જ વધારે છે. આજે આવા જ એક ખેડૂતની કહાની તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ, જેના હાથમાં ફક્ત બે કિલો અમેરિકી બિયારણ આવ્યા અને તેનાથી તેણે ચાર એકરમાં 120 ક્વિન્ટલ અનાજનું ઉત્પાદન કર્યું.સરકારી એમએમસપીના હિસાબથી તેની બજાર કિંમત લગભગ 2.50 લાખ રૂપિયા થાય છે. આવી રીતે બે કિલો બિયારણમાંથી આ ખેડૂતથી જિંદગી બદલાઈ ગઈ. આ કહાની મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક ખેડૂતની છે. આ વિસ્તારમાં કેટલાય ખેડૂતો ખેતીમાં નવા નવા પ્રયોગો કરતા રહે છે. આ ખેડૂતના સંબંધીએ અમેરિકાથી લાવેલા બે કિલો બિયારણ આપ્યા. બાદમાં તેને વાવ્યા તેનાથી તેમનું ઉત્પાદન ડબલ થઈ ગયું. હવે આ જોઈને સમગ્ર વિસ્તારના ખેડૂતો આ બિયારણ માગી રહ્યા છે.હકીકતમાં જોઈએ તો, આ કહાની ઘઉંના બિયારણ સાથે જોડાયેલી છે. આપણી જાણીએ છીએ કે, ઘઉંની ઉંબીઓ ચારથી પાંચ ઈંચ લાંબી હોય છે. પણ પારનેરના એક ખેડૂતે વાવેલા ઘઉંની ઉંબીઓ 9થી 12 ઈંચ લાંબી હોય છે. ખેડૂતે અમેરિકી જાતના ઘઉં ઉગાડ્યા છે. આ ખેડૂતનું નામ કૂલાલ લાહોટી છે. લાહોટીઆ બિયારણ મધ્ય પ્રદેશમાં પોતાના એક સંબંધી પાસેથી મગાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, એક ઉંબીમાંથી 100થી 110 દાણા નીકળી રહ્યા છે. લાહોટીનું કહેવું છે કે, પ્રતિ એકર 30 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થઈ રહ્યું છે.જાલના જિલ્લાના અંબડના રહેવાસી લાહોટી પાસે પારનેર શિવરામાં 14 એકર ખેતીની જમીન છે. ગત વર્ષે તેઓ મધ્ય પ્રદેશમાંથી તેમના સંબંધીને ત્યાંથી અમેરિકી જાતના બે કિલો ઘઉંના બિયારણ લાવ્યા હતા. અડધો એકરમાં ખાલી જોવા માટે તેમણે આ ઘઉંના બિયારણ વાવ્યા. તેનાથી તેમને 15 ક્વિન્ટલ 85 કિલો ઘઉંનું ઉત્પાદન થયું. એટલા માટે આ વર્ષે તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને તેણે મોટા પાયે આ ઘઉંની ખેતી શરુ કરી.લાહોટીએ ગત વર્ષના ઘઉં ઉત્પાદનને બિયારણ તરીકે ઉપયોગ કરીને ચાર એકર જમીનમાં ખેતી કરી. ટોકન યંત્રની મદદથી એક સ્થાન પર ચારથી પાંચ ઘઉં લગાવ્યા. હવે આ ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. ઘઉંની ઉંબીઓની લંબાઈ લગભગ 9થી 12 ઈંચ થાય છે. એક ઉંબીમાં 100થી 110 દાણા નીકળે છે.ઘઉં પર એક વાર દવાનો છંટકાવો કર્યો છે. સાથે જ બેથી ત્રણ વાર ડીંકપોઝરનો છંટકાવ કર્યો. આ ઘઉંને સામાન્ય ઘઉંની સરખામણીમાંથી બેથી ત્રણ ગણું વધારે પાણી જોઈએ છે. એટલા માટે તેને સાત વાર પાણી આપવામાં આવે છે. લાહોટીએ પાણી સાથે ડીંકપોઝર પણ આપ્યું હતું.લાહોટીએ જણાવ્યું છે કે, તે મજૂરી કરવા માટે મધ્ય પ્રદેશમાં પોતાના એક સંબંધીને ત્યાં ગયા હતા. તેમના સગા અમેરિકાથી લાવેલા બે કિલો ઘઉં આપ્યા. આ ઘઉંને અડધો એકરમાં વાવ્યા અને તેમાંથી 15 ક્વિન્ટલથી વધારે ઉત્પાદન કર્યું. આત્મવિશ્વાસ વધતા તેમણે આ વર્ષે ચાર એકરમાં તેની ખેતી કરી. આ વર્ષે પણ સારો એવો પાક આવ્યો છે. ચાર એકરમાં લગભગ 100થી 110 ક્વિન્ટલ ઘઉં ઉત્પાદન થાય તેવી શક્યતા છે.આ વર્ષે કેન્દ્ર સરકારે ઘઉંની એમએસપી 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. જો ખેડૂત 110થી 120 ક્વિન્ટલ ઉત્પાદન કરે તો, તેમને સારી એવી કમાણી થઈ શકે છે. 120 ક્વિન્ટલ ઘઉંની કિંમત 2.50 લાખ રૂપિયા સુધી મળી શકે છે. હાલના સમયમાં દેશમાં ઘઉંનું સરેરાશ ઉત્પાદન પ્રતિ એકર લગભગ 16-17 ક્વિન્ટલ છે. ત્યારે આવા સમયે અમેરિકી બિયારણના કારણે ઉત્પાદન ડબલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.