કુપવાડામાં વધુ 2 આતંકી ઠાર, સેનાએ 18 કલાકના ઓપરેશનમાં કુલ 7 આતંકીનો ખાત્મો બોલાવ્યો..

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. કુપવાડામાં એન્કાઉંટરમાં સુરક્ષાદળોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા છે. અહીં પર અત્યાર સુધીમાં કુલ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. રવિવારે અહીં ભારે ગોળીબારની વચ્ચે બે પાકિસ્તાની આતંકીઓને મારી નાખવામાં આવ્યા હતા. કુપવાડા ઉપરાંત કુલગામ અને પુલવામામાં પણ અથડામણ થઈ હતી અને એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 18 કલાકમાં 3 એન્કાઉંટરમાં 7 આતંકી માર્યા ગયા છે. કુપવાડામાં લશ્કરના 4, કુલગામમાં જૈશના 2 અને પુલવામામાં લશ્કરનો એક આતંકી માર્યો ગયો છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કુપવાડા એન્કાઉંટરમાં માર્યા ગયેલા બે આતંકીઓ શૌકત નામ પણ સામેલ છે. ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હાલમાં પણ ચાલુ છે અને આ ઉપરાંત કુલગામ અને પુલવામામાં પણ રવિવારે ત્રણ આતંકીઓ ઠાર કરવામા આવ્યા હતા. પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું હતું કે, કુપવાડામાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખાણ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. જેનો સંબંધ લશ્કરે તૈયબા સાથે હતો. બીજો આતંકી પણ લશ્કરનો હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદી શૌકત અહેમદ શેખ પાસેથી મળેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ કુપવાડાના લોલાબ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. બાદમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું.અને કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે સર્ચ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.