ફરીથી કોરોના આપણા દરવાજા પર ઉભો છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોન અગાઉ કરતા 5 ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં ત્રીજી લહેર આવી રહી છે, જોકે પૈસા કમાવાની ભૂખે માઝા મુકી છે. જ્યારે પોતાના સ્વજનોને બચાવવા માટે હોસ્પિટલ, બેડ, દવાઓ માટે ઠોકરો ખાઈ રહ્યા હતા ત્યારે પણ બિઝનેસ ટાયકૂન નેતાઓ પાછળ અબજો રૂપિયા ખર્ચી રહ્યા હતા, જેથી નેતા તેમને દવાઓ અને કોરોના વેક્સિન માટે કારોબાર કરવા દે.
તો ચાલો અમે તમને પડદા પાછળની આ કહાની અંગે વાકેફ કરીએ. અત્રે ઉલ્લેખનીય છે કે બૌદ્ધિક સંપત્તિના નામથી વેક્સિન તૈયાર કરવાનો અધિકાર કેટલીક કંપનીઓ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. બાદમાં એવી કંપનીઓને વેક્સિન તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ મળેલો કે જે અગાઉ લોકોના જીવન સાથે રમત રમતી રહી હતી અને અબજો રૂપિયાનો દંડ ભરી ચુકી છે. આ વેક્સિન કંપની છે ફાઈઝર અને જોનસન એન્ડ જોનસન. આ ઉપરાંત 3 ફાર્મા કંપની પણ છે કે જે બેઈમાની માટે પચલિત છે.
ભારત ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની યાદીથી વેક્સિનને બહાર કરવા ઈચ્છતુ હતુ
આ વાત 24 ફેબ્રુઆરી 2021ની છે. શું તમને આ મહિનો યાદ છે? કોરોના સતત વધી રહ્યો હતો. વિશ્વમાં વેક્સિન માટે ભારે પડાપડી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTOની સમક્ષ ગયેલા. આ પ્રસ્તાવને લઈ મેડિકલ વિશ્વના ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને લગતા નિયમો હળવા કરવામાં આવે તો વેક્સિન તૈયાર કરવામાં વિલંબ થયો ન હોત.
ભારતના પ્રસ્તાવને મંજૂરી ન મળે તે માટે નેતાઓના લોબિંગ પાછળ અબજો રૂપિયા ખર્ચ થયો
ડાઉન ટુ અર્થમાં છપાયેલા એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ પ્રસ્તાવને અટકાવવા માટે અમેરિકાની ફાર્મા કંપનીના સંગઠન ‘ધ ફાર્માસ્યુટીકલ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ અમેરિકા’એ થોડા દિવસમાં 50 મિલિયન ડોલર એટલે કે આશરે 3 હજાર 700 કરોડ રૂપિયાથી વધારે નેતાઓ અને લોબિંગ પાછળ ખર્ચ કર્યાં. એટલું જ નહીં કંપનીઓના મજબૂત લોબિંગને લીધે ભારતનો પ્રસ્તાવ લાગૂ થઈ શક્યો ન હતો.
પ્રસ્તાવને મંજૂરી મળે તો ગરીબ દેશોને મોટો ફાયદો થયો હોત
WTOએ જો આ દરખાસ્તને તે સમયે મંજૂરી આપી હોત તો તેનો વિકાસશીલ અને નબળા દેશોને સીધો ફાયદો થયો હોત. તેનું સીધુ ગણિત એ છે કે વેક્સિનના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની યાદીથી બહાર આવતા જ ટ્રાયલ કરી ચુકેલી તમામ કંપનીઓએ ફોર્મ્યુલા અન્ય દેશો સાથે શેર કરવી પડતી. ત્યારબાદ તમામ દેશ પોતાના લોકો માટે પોતાની રીતે વેક્સિન તૈયાર કરાવી ચુકી હોત. ગરીબ દેશોમાં પણ તમામ લોકોને વેક્સિન આપવી સરળ રહી હોત.
હવે એવી ફાર્મા કંપનીઓની વાત કરીએ કે જેમણે વેક્સિન તૈયાર કરવા માટે કોન્ટ્રેક્ટ લીધેલો છે..
1. ફાઈઝર-લોકોના જીવનને દાવ પર લગાવી દવા વેચવાના ગુનામાં દંડ
કોરોના વેક્સિન તૈયાર કરનારી કંપની ફાઈઝર અને તેની સહાયક કંપની ફર્માશિયા એન્ડ અપજોને લોકોના જીવનને દાવ પર લગાવી ખોટી રીતે બેક્સ્ટ્રા દવા બજારમાં ઉતારેલી. લોકોએ આ અંગે ફરિયાદ કરી તો વર્ષ 2005માં આ દવા કંપનીએ દવા પાછી લીધી હતી.
દવાની ખોટી જાણકારી આપવા અને લોકોના જીવનને દાવ પર લગાવવા કે જોખમમાં મુકવા બદલ કંપની પર ગુનાહિત કેસ ચાલ્યો હતો. વર્ષ 2009માં કંપનીએ 2.3 અબજ ડોલરનો દંડ આપી કેસને ઉકેલ્યો હતો. આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન અમેરિકા અને યુરોપમાં લગાવવામાં આવી છે.
2. જોનસન એન્ડ જોનસનઃ માદક દવાઓની જાણકારી આપ્યા વગર વેચવા બદલ દંડ
અત્યાર સુધીમાં સિંગલ ડોઝ વેક્સિન તૈયાર કરવાનો દાવો ફક્ત એક કંપનીએ કર્યો છે, તેનું નામ છે- જોનસન એન્ડ જોનસન. અમેરિકાના લોકો તેને લગાવી રહ્યા છે. બાદમાં આડઅસરની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં થઈ હતી. હકીકતમાં આ કંપનીનો ઈતિહાસ પણ એટલો વિવાદાસ્પદ રહ્યો છે.
વર્ષ 2019માં અમેરિકાના ઓકલાહોમા રાજ્યના એક ન્યાયમૂર્તિએ માદક દવાઓના ઉપયોગ સંબંધિત ઓપિયોડ સંકટ કેસમાં અમેરિકાની અગ્રણી હેલ્થકેર કંપની જોનસન એન્ડ જોનસન પર 572 મિલિયન ડોલર એટલે કે આશરે 4,100 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. ન્યાયમૂર્તિએ તેમના ચુકાદામાં કંપનીને જાણી જોઈને ઓપિયોડના જોખમને નજરઅંદાજ કરી અને ફાયદા માટે આ પ્રકારની દવાઓનું વેચાણ કરવામાં દોષિત ઠરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.