ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સતત સાતમી વખત સરકાર બનાવવા જઈ રહી છે અને પાર્ટીના નેતા ભૂપેન્દ્ર પટેલ અને અન્ય 20 કેબિનેટ મંત્રીઓ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારની રચના પહેલા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
સીએમ પટેલની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હૃષિકેશ પટેલ, ગુજરાતના મુખ્ય દંડક પંકજ દેસાઈ શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ રાજભવન ખાતે રાજીનામું આપવા પહોંચ્યા હતા અને જેને રાજ્ય સરકારે સ્વીકારી લીધું હતું.
ભાજપ શનિવારે સવારે 10:30 કલાકે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે તેના ધારાસભ્ય દળની બેઠક યોજવા જઈ રહી છે અને ત્યારબાદ નેતાઓ બપોરે 2 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે સતત બીજી મુદત માટે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના નેતૃત્વવાળા રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજરી આપે તેવી શક્યતા છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, એ જ દિવસે એટલે કે સોમવારે ભૂપેન્દ્ર પટેલ સાથે 20 જેટલા કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે અને બીજા જ દિવસે પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.