હરિયાણાના ભિવાનીના ખાણ વિસ્તાર ડાડમમાં એક પર્વત ધસી પડ્યો હતો આ દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે અને આ કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે તેમજ દુર્ઘટનામાં 20-25 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂકરવામાં આવી પોલીસ નેઆ ઘટના જાણ થતા દોડી આવી ખાણકામમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મશીનો પણ ભંગાર નીચે દટાઈ ગયાં છે.
મૃત્યુ પામેલા મજુરો મૂળ છત્તીસગઢ અને રાજસ્થાનનાં છે કાટમાળમાં કુલ કેટલાં લોકો દટાઈ ગયા છે આ બાબતે કોઈ જાણકારી નથી મળી પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે ધસી પડ્યોએની કોઈ જાણકારી મળી નથી ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
દુર્ઘટનાની જાણકારી મળતાં જ હરિયાણાનાં કૃષી મંત્રી જે.પી. દલાલ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા તેમણે જણાવ્યું હતુ કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે હજુ સુધી તેનો ચોખ્ખો આંકડો મેળવી શકયો નથી જો કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે જેથી હાલમાં ત્રણ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર મીડિયાઓને પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
બચાવ ટીમના રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકો છત્તીસગઢ અને રાજસ્થાનના મજૂરો છે જાણવા મળી રહ્યું છે કે NGTના આદેશ બાદ જ ભિવાનીમાં ખાણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શુક્રવારથી જ ખાણકામ શરૂ થયું હતું. એના બીજા જ દિવસે નવા વર્ષે અહીં પહાડોમાં તિરાડ પડી જવાથી દુર્ઘટના સર્જાતાં અનેક મજૂરો ઝપેટમાં આવી ગયા હોવાના સમાચારને પગલે ખળભળાટ મચી ગયો છે અને હાલ પહાડ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પર્વતના મોટા ભાગમાં તિરાડ પડી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.