મુંબઈથી ગોવા નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહેલી ક્રૂઝનાં 2000 સભ્યો ફસાઈ ગયા જાણો શુ છે કારણ ?

મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપના એક ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દર્દીને જહાજમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને મળેલી માહિતી અનુસાર, ક્રુઝમાં 2,000 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવી રહી છે.

હવે તેમના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને સત્તાવાળાઓએ RTPCR ટેસ્ટનું પરિણામ જાહેર થાય તે પહેલા કોઈને જહાજમાંથી નહીં ઉતરવા માટે સૂચના આપી છે અને આ જહાજ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે સ્થિત છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રુઝને ગોવામાં ગ્રાઉન્ડ કરવાની મંજૂરી ન આપ્યા બાદ મોર્મુગાવ પોર્ટ નજીક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે.

આ ક્રૂઝનો એક માણસ એન્ટિજેન ટેસ્ટમાં ક્રૂ મેમ્બર પોઝિટિવ આવ્યો છે. જોકે, અત્યાર સુધી માત્ર એક જ ક્રૂ સ્ટાફ સંક્રમિત જોવા મળ્યો છે અને બાકીના તમામના કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને સામે ઓમિક્રોનના 510 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 193 લોકો સ્વસ્થ પણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 16 દિવસથી કોરોના વાયરસના સંક્રમણના દૈનિક કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખુલ્લા અથવા બંધ સ્થળોએ ભેગા થવા માટે લોકોની સંખ્યા 50 સુધી મર્યાદિત કરી છે.

કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ગત એક દિવસમાં ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા છે અને આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે કોરોનાના મામલા ઝડપથી વધતા જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે છે. એક દિવસમાં માત્ર 10, 846 લોકો જ રિકવર થયા છે. જ્યારે 123 લોકોના મોત થયા છે. નવા કેસોની સરખામણીએ રિકવરી બહું ઓછી હોવાના કારણે એક્ટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશમાં સક્રિય મામલાના આંકડામાં તેજી થી વધતા 1, 45, 582 થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ચાલતા 4, 81, 893 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.