ગોધરાકાંડના પગલે રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો માટે તત્કાલીન મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ કે રાજકારણીઓને નહીં પરંતુ બસ્સો વર્ષથી કોમી રમખાણોનો ઈતિહાસ ધરાવતા ગુજરાત રાજ્યના ૨૦૦૨ના ધાર્મિક નેતાઓની ઉશ્કેરણી, તેમની ઉશ્કેરણીથી ભડકી હિંસા આચરનારા અભણ-નિરક્ષર લોકો અને અપૂરતી સંખ્યા ધરાવતા બિનકાર્યક્ષમ પોલીસ દળને જવાબદાર ઠેરવ્યા હતા. સાથે જ આ રમખાણો પૂર્વ નિયોજિત નહીં પરંતુ ગોધરામાં થયેલા હિંસાચારના પ્રત્યાઘાતરૂપે ફાટી નીકળ્યા હોવાનું પણ સ્પષ્ટપણે નોંધ્યું હતું.
નાણાવટી તપાસ પંચે પોતાના રિપોર્ટના આરંભમાં જ ગુજરાત રાજ્ય કેવી રીતે બસ્સો વર્ષથી સમયાંતરે કોમી રમખાણોનો ભોગ બનતું રહ્યું છે અને આનો ઈતિહાસ ધરાવે છે તેનું વિસ્તૃત આલેખન કર્યું હતું.
પંચે રાજ્યનો સૌથી પહેલો કોમી રમખાણનો કિસ્સો નોંધતા લખ્યું છે કે, ૧૭૧૪માં અમદાવાદમાં હોળીના તહેવાર સમયે, રંગોની છોળો ઉડી રહી હતી, ત્યારે એ સમયે વિધર્મી લોકો પર પણ ગુલાલ ઊડયો હતો અને આ સમયે અમદાવાદમાં કોમી તોફાનોની શરુઆત થઈ હતી. આ પછી, ગુજરાતમાં અનેક વાર કોમી તોફાનો થયા હતા. એપ્રિલ-૧૯૪૧માં અમદાવાદમાં મોટા પાયા પર કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેને અંકુશમાં લેવા માટે, તત્કાલીન વહીવટી તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.