2019મા ભાવ ના મળ્યો તો કાશ્મીરને લઇ પાકિસ્તાને હવે નવો પેંતરો ઘડી નાંખ્યો

પાકિસ્તાન 2019ની સાલમાં એ ચિંતામાં રહ્યું કે કાશ્મીર મુદ્દા પર દુનિયા તેની વાત કેમ સાંભળી રહ્યું નથી અને ચુપ કેમ છે. આંતરરાષ્ટ્રી મંચો પર કાશ્મીર મુદ્દા પર ભાવ ના મળતા પાકિસ્તાન પોતાની લકીર પકડીને ઉભું છે. 2020માં કાશ્મીર પર થપાટ ના પડે એટલા માટે તેને નવી કવાયદ કરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેઓ કાશ્મીર મુદ્દા પર ‘દુનિયાનું મૌન’ તોડવા માટે નવેસરથી ડિપ્લોમેટ પહેલ અને મીડિયા અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટના મતે સોમવારના રોજ વિદેશ બાબતોની સલાહકાર સમિતિની બેઠક અને એક અન્ય મંત્રીસ્તરીય કમિટીની બેઠકમાં એવી ડિપ્લોમેટ્સ પહેલ અને મીડિયા અભિયાન ચલાવવા અંગે વિચાર કતરાયો. બંને બેઠકોની અધ્યક્ષતા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કરી. આ બેઠકમાં કાશ્મીરમાં સતત ખરાબ થઇ રહેલ માનવાધિકારઓની સ્થિતિ, નિયંત્રણ રેખા પર ભારત દ્વારા સીઝફાયરના સતત ઉલ્લંઘન અને ભારતના નાગરિકતા કાયદા પર વિચાર-વિમર્શ કરાયો.

પાકિસ્તાનની વિદેશ નીતિમાં કાશ્મીરને ગણાવ્યું મહત્વપૂર્ણ

વિદેશ બાબતોની સલાહકાર સમિતિની બેઠકમાં કેટલાંય પૂર્વ વિદેશ સચિવો અને વિદેશ બાબતોના નિષ્ણાતોએ ભાગ લીધો. તેમાં કહ્યું કે સરકારને કાશ્મીરની સ્થિતિ અંગે વિશ્વ સમુદાયને ચેતવણી આપવા માટે નવેસરથી ડિપ્લોમેટ્સ પ્રયાસ કરવાની જરૂર છે. મંત્રીસ્તરીય કમિટીની બેઠકમાં કુરેશીની સાથે કેટલાંય સંઘીય મંત્રી, પ્રધાનમંત્રીના સુરક્ષા બાબતોના સલાહકાર મોઇદ યુસુફ અને બીજા કેટલાંક અન્ય બાબતોના સલાહકાર અને વિદેશ સચિવ સોહેલ મહમૂદે ભાગ લીધો. તેમાં મુખ્યત્વે એ વાત પર વિચાર કરાયો કે વિદેશ નીતિના ખાસ મુદ્દા જેમાં કાશ્મીરનો મુદ્દો મુખ્યત્વે સામેલ છે. કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરવા માટે મીડિયાનો સહારો કયા સ્વરૂપમાં લઇ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.