અત્યાર સુધી આ ફિલ્મે 291.05 કરોડ રૂપિયા બૉક્સ ઑફિસ (Box office)ઉપર કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ 300 કરોડ રૂપિયા કલેક્શનની (Collection) એકદમ નજીક છે.
બૉલિવૂડ (Bollywood)ના સુપરસ્ટાર રિતિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રૉફ (Tiger Shroff )ની ફિલ્મ વૉર સિનેમાઘરોમાં સતત પોતાનો અડ્ડો જમાવીને બેઠી છે. અત્યાર સુધી આ ફિલ્મે 291.05 કરોડ રૂપિયા બૉક્સ ઑફિસ (Box office)ઉપર કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ 300 કરોડ રૂપિયા કલેક્શનની (Collection) એકદમ નજીક છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે વૉરનું કલેક્શન શૅર કર્યું છે. ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં ટોટલ 4.35 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે તમિલ-તેલુગુ વર્ઝને જોડીને વૉરનું ટોટલ કલેક્શન 295.75 કરોડ પહોંચ્યું છે. જ્યારે વૉરનું હિન્દી વર્ઝન 2.80 કરોડનો બિઝનેસ કર્યો છે. આનું ટોટલ કલેક્શન 277.95 કરોડ રૂપિયા રહ્યું છે.
વૉરે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મના રેકોર્ડમાં કબિર સિંહ અને ધૂમ 3ને પણ પાછળ પાડી દીધી છે. જો આ ગતિથી ફિલ્મનું બૉક્સ ઑફિસ કલેક્શન વધતુ રહેશે તો તે વિકએન્ડ સુધી સલમાન ખાન – અનુષ્કા શર્માની ફિલ્મ સુલ્તાનના લાઇફટાઇમ કલેક્શનનો રેકોર્ડ પણ તોડી દેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.