ઓછામાં ઓછા 76 મુસ્લિમ ભાજપા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ નાગરિકતા સંશોધન કાયદો અને NRCના વિરોધમાં પાર્ટીના સભ્યતા પદેથી રાજીનામુ આપી દીધું છે. પાર્ટી છોડનારા દરેક કાર્યકર્તા અલ્પસંખ્યક શાખાઓથી જોડાયેલા છે.
ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીયના નજદીક ગણાતા નેતા રજિક કુરૈશી પરશીવાલાએ કહ્યું, અમે જ જાણીએ છીએ કે અમારા સમુદાયોના લોકો ભાજપાને વોટ આપે, તે માટે તેમને મનાવવા કેટલું મુશ્કેલ હતું. પણ હવે ભાજપા સતત એવા મુદ્દાઓ પર વાતો કરી રહી છે, જેને લઈને અમારા માટે મુશ્કેલીઓ વધી રહી છે.
મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 76 મુસ્લિમ નેતાઓએ ભાજપા છોડી દીધું છે. પાર્ટી છોડનારા દરેક કાર્યકર્તા ભાજપાની ઈંદોર, દેવાસ અને ખરગોનની અલ્પસંખ્યક શાખાઓથી જોડાયેલા હતા. જણાવી દઈએ કે, જે મુસ્લિમ નેતાઓએ ભાજપા સાથે નાતો તોડ્યો છે, તેમાંથી મોટાભાગના બૂથ લેવલના પદાધિકારીઓ છે અને સક્રિય કાર્યકર્તા છે. આ નેતાઓએ ભાજપા છોડતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. થોડા દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાંથી પાર્ટીના મુસ્લિમ નેતાઓએ ભાજપામાંથી રાજીનામુ આપી દીધું હતું.
આ નેતાઓની માગ હતી કે નવા CAA કાયદામાં મુસ્લિમોનો પણ સમાવેશ કરવામાં આવે. રજિક કુરૈશી કહે છે, અમે બાબરી મસ્જિદ-રામ મંદિર કેસ, ત્રિપલ તલાક મામલે પણ સરકારનું સમર્થન કર્યું હતું. પણ હવે કોમન સિવિલ કોડની પણ ચર્ચાઓ શરૂ થઈ રહી છે. અમે ક્યાં સુધી આ હિંદુ-મુસ્લિમ મુદ્દાઓમાં પડી રહીશું. શું અમારા બાળકોને ક્યારેય ઉચ્ચ શિક્ષા હાંસલ કરવાની તક નહીં મળે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.