નવા વર્ષમાં મોંઘવારી માઝા મૂકશે. લોકો પર હવે બિસ્કિટથી લઇને બાઇક સુધીનો ભાવ વધારાનો બોજ પડશે. નવા વર્ષ ર૦ર૦માં સામાન્ય લોકોની રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલી કેટલીક ચીજો મોંઘી થનાર છે, જેમાં બાઇકથી લઇને વીમાનો પણ સમાવેશ થાય છે.
- નવા વર્ષમાં પડશે મોંઘવારીનો માર પડશે
- બિસ્કિટથી લઈને બાઈકના ભાવ વધશે
નવા વર્ષમાં મોટા ભાગની ઓટો કંપનીઓએ કાર અને બાઇકની કિંમત વધારી દીધી છે અને તેથી લોકોને 2019ની તુલનાએ વધુ કિંમત ચૂકવવી પડશે એટલું જ નહીં, નવા વર્ષમાં ગ્રાહક વપરાશની ટકાઉ ચીજવસ્તુઓ પણ મોંઘી થનાર છે. નવા વર્ષમાં ફાઇવ સ્ટાર ફ્રીઝ અને એસીની કિંમત વધનાર છે. તેનું કારણ એ છે કે ર૦ર૦માં નવા એનર્જી લેવિલંગ નોર્મ્સ લાગુ થનાર છે.
ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોએ હવે ફાઇવ સ્ટાર ફ્રીઝ અને એસીના કૂલિંગ માટે પરંપરાગત ફોમના સ્થાને વેક્યુમ પેનલનો ઉપયોગ કરવો પડશે તેથી ફ્રીઝ અને એસીમાં
6000 રૂપિયા જેટલો ભાવવધારો ઝીંકાશે.
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાના આદેશ અનુસાર નવા વર્ષમાં એલઆઇસીના નિયમો બદલાઇ જનાર છે અને તેથી પોલિસીનું પ્રીમિયમ વધી જશે અને ગેરન્ટેડ રિટર્ન ઘટવાની શક્યતા છે. નવા વર્ષમાં રેલવે ભાડામાં પણ વધારો થનાર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. નવા વર્ષમાં પારલે અને આઇટીસી જેવી એફએમસીજી કંપનીઓ પોતાની પ્રોડક્ટનો ભાવ વધારશે અથવા પેકેજના આકારમાં ફેરફાર કરશે. તેના કારણે સ્નેક્સ, નમકીન, ફ્રોજન ફૂડ, સાબુ, કેક, રેડી યુ ઇટ મિક્સ અને બિસ્કિટ જેવી ચીજવસ્તુઓ મોંઘી થશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.