ગુજરાત રાજ્ય માટે નવું વર્ષ 2020 ચૂંટણીનું વર્ષ રહેશે એવી સંભાવના છે. કારણે કે મળતી માહિતી મુજબ આ વર્ષે રાજ્યસભાની સાથે-સાથે મહાનગર પાલિકાઓની પણ ચૂંટણી યોજાશે. ભાજપના 3, કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થતા એપ્રિલમાં રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી યોજાશે.
આપને જણાવી દઈએ કે ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદોમાંથી ભારતીય જનતા પાર્ટી(BJP) ના ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા, શંભુ પ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થવા જઈ રહ્યો છે. તેથી આ ચાર બેઠકો માટે ચૂંટણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે. જ્યારે વિધાનસભામાં સંખ્યાબળ જોતા વિપક્ષ કોંગ્રેસ પાસે 72 સભ્યો છે જ્યારે ભાજપના 103 સભ્યો છે. જેના આધારે કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે, એટલે કે ભાજપે ત્રણમાંથી એક બેઠક ગુમાવવી પડશે. જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.