વર્ષ 2020 અનેક મુસીબતો લઈને આવ્યું છે. કોરોના બાદ હવે નાસાએ સમાચાર આપ્યા છે કે ટૂંકસમયમાં પૃથ્વી પર ઉલ્કાપિંડ અથડાશે અને તેના કારણે 40 ટકા જેટલી પ્રલયની શક્યતા રહેશે. આ ઉલ્કાપિંડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે 2 નવેમ્બર સુધીમાં પૃથ્વી સાથે અથડાશે. જો આવું થશે તો પૃથ્વી પર પ્રલય આવશે. આ ઉલ્કાપિંડનું નામ 2018VP1 છે.
અંતરિક્ષ એજન્સી નાસાનું કહેવું છે કે ઉલ્કાપિંડની ત્રણ સંભાવનાઓ છે. પરંતુ 12.96 દિવસમાં કરાયેલા 21 તારણના આધારે એ નક્કી છે કે પૃથ્વી સાથે ઉલ્કાપિંડના અથડાવવાની શક્યતા 40 ટકા છે. નાસાની નજર તેની પર પડી નહીં. જ્યારે તે પૃથ્વીની નજીક આવ્યો ત્યારે તેની પર સૌનું ધ્યાન ગયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.