2022ની ચૂંટણી જીતવાના ધ્યેયને સાર્થક કરવા કોંગ્રેસે અત્યારથી જ કમર કસી

  • રાજ્યમાં બેકારી, ભ્રષ્ટાચાર, પાકવિમો અને પેપર કાંડ બાદ કોંગ્રેસ સફાળી જાગીને સંગઠન મજબૂત કરવા કમર કસવાના શુભારંભ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીથી યુવા કોંગ્રેસે કરીને 2022ની ચૂંટણી જીતવાના ધ્યેયને સાર્થક કરવા કામે વળગ્યું છે.
  • આજે અમરેલીના આંગણે પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નેજા નીચે નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં યુવા કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના હેતુ મિટિંગ કરી હતી. અને આ સાથે જ આગામી 2022ની ચૂંટણીમાં પાકવિમો, બેરોજગારી, પેપર કાંડ સાથે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને લઈને યુવા કોંગી કાર્યકરોની ફોજ તૈયાર કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન યુવા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, નિરીક્ષક, સીતારામ લાંબાજી, આદિત્ય ગોહિલ સાથે નેતા વિપક્ષ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણીએ યુવાનોમાં નવચેતના ભરવા યુવા કોંગ્રેસને મજબૂત કરવાના ધ્યેયને સાર્થક કરવાનો શુભારંભ અમરેલીથી કરીને કોંગ્રેસ ભાજપ સામે 2022માં કઈ રીતે આગળ વધે તેવી રણનીતિ તૈયાર કરવા માટે કાર્યકરો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો બાદ પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખે આગામી આવતા ઇલેક્શનોને લઈ પ્લાન ઘડ્યો હતો.
  • અમરેલી જિલ્લામ યુવા કોંગ્રેસની બેઠક મળી હતી. અને 2022ની ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી યુવા કોંગ્રેસને સજ્જ કરવામાં આવી રહી છે. પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે આ અંતર્ગત યુવાનોને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.