એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત તરફ આવી રહી છે. જેની અસર ગુજરાત પર થવાની છે. આ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. આ દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે. ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.ઉત્તર ભારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર થશે
શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18,19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો સાચી છે. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે. ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે
હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. આ સીઝન લોકોને ભમરાવી દે તેવી છે. સ્વેટર પહેરવું કે નહિ તે લોકોને સમજાતુ નથી. હવે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને ઠુઠવશે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેપ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.