2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરની હશે ભારતીય ઇકૉનોમી, ટોપ 4માં સામેલ થશે ભારત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે આશા વ્યક્ત કરી કે 2024 સુધી ભારતની અર્થવ્યવસ્થા 5000 અરબ ડોલરની થઇ જશે અને દેશ દુનિયાના ચાર શીર્ષ અર્થવ્યવસ્થાઓમાં ગણતરી કરવામાં આવશે. શાહે કહ્યું કે ગત પાંચ વર્ષ દેશની અર્થવ્યવસ્થાના વિકાર દૂર કરવાના છે. આગળના પાંચ વર્ષમાં એવા સુધારા થશે કે જેથી ભારત દુનિયાની સૌથી સશક્ત અર્થ વ્યવસ્થા બની શકે.

શાહે આ સમારોહમાં જલદી સુસ્તીના સમયમાંથી બહાર આવવાનો વિશ્વાસ અપાવ્યો છે અને કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવતા કડક પગલાનો સમય ખતમ થઇ ગયો છે અને સારો સમય આવશે. તેમણે કહ્યું કે દેશની ઇકોનોમીમાં વિદેશી રોકાણકારોને રસ વધી રહ્યો છે.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે 2014માં ભારતની અર્થવ્યવસ્થા બે હજાર અરબ ડોલર કરી હતી અને અમે તેના આકારના હિસાબથી 11માં સ્થાન પર હતા. જ્યાંથી અમે હવે 2.9 અરબ ડોલરની અર્થવ્યવસ્થાની સાથે સાતમાં સ્થાન પર આવી ગયા છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણે 2024 સુધી પાંચ અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરી લઇશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.