1.75 લાખ અમદાવાદીઓ માટે આવી ખુશખબર, 2025 માં અહીં બની જશે ફ્લાયઓવર અને અંડરબ્રિજ

મેગા સિટી અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. આ શહેર ચારે તરફથી વિકાસની હદ વધારી રહ્યું છે. જોકે, મેગા સિટીમાં ટ્રાફિક પણ બદતર બની રહ્યો છે. અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફીક જામની સમસ્યા ખૂબ જ ગંભીર થઇ રહી છે. જેના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ ટ્રાફિક, મલ્ટીલેવલ પાર્કિંગ તેમજ ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવા સહીતના પગલા પણ લેવાઇ રહ્યા છે. ત્યારે વધુ એક પ્રયાસરૂપે મ્યુનિસિપલ તંત્ર દ્વારા મોટો નિર્ણય લેયા છે. શહેરના સૌથી વ્યસ્ત રહેતા એવા જુના વાડજ સર્કલ ખાતે રૂ.127 કરોડના ખર્ચે યુનિક ડિઝાઇન વાળા ફ્લાયઓવરની સાથે અંડરપાસનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ કામ પૂર્ણ થતા વર્ષ 2025 ના અંત સુધીમાં લાખો વાહનચાલકોને મોટી રાહત મળશે.અમદાવાદમાં સતત વધી રહેલા ટ્રાફીકને જોતા તંત્ર દ્વારા શહેરમાં એક પછી એક ફ્લાયઓવર અને અંડરપાસ બનાવાઇ રહ્યા છે. શહેરના જુના વાડજ સર્કલ ખાતે સવાર અને સાંજના સમયમાં ખૂબ જ ભારે ટ્રાફીક જામ થાય છે. જે માટે તંત્રએ આશ્રમ રોડથી વાડજ સર્કલ થઇ રામાપીરના ટેકરા અને ગાંધી આશ્રમ તરફ વિશેષ ડિઝાઇન વાળા ફાલ્યઓવરનુ કામ શરૂ કર્યુ છે. તો એજ વાડજ સર્કલ નીચે ભીમજીપુરાથી દુદેશ્વર બ્રીજ તરફ અંડરપાસનુ પણ કામ શરૂ કરાયુ છે. રૂ.107 કરોડની રકમના ટેન્ડર અને 127 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ સાથે હાલ આ કામગીરી શરૂ કરી દેવાઇ છે. જેની સમયમર્યાદા 30 મહીનાની રાખવામાં આવી છે. આ કામ પૂર્ણ થતા સવાર અને સાંજ મળી અંદાજે 1.75 લાખ વાહનચાલકોને ખૂબ જ મોટી રાહત થશે. કયા વિસ્તારના લોકોને રાહત થશે
ફ્લાયઓવરની વિશેષતાની વાત કરીએ તો આશ્રમ રોડથી રાણીપ તરફના ફ્લાયઓવરના ભાગની લંબાઇ 735 મીટર, જ્યારે ગાંધી આશ્રમ તરફી 385.21 મીટર લંબાઇની અને 5.5 મીટર પહોળાઇની એક વીંગ વાડજ સર્કલ ખાતે ફ્લાયઓવરને મર્જ થશે. સમગ્ર પ્રોજેક્ટમાં મહત્વની બાબત અંડરપાસની રહેશે. જેમાં અખરબારનગર એટલે કે ભીમજીપુરા થી દુધેશ્વર તરફ 417.97 મીટર લંબાઇ અને 9.50 મીટર કેમેરજ વે અને 8.50 મીટર પહોળાઇ સાથેના ટુ લેન અંડરપાસનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરાંત અંડરસ્પેસ ડેવલમેન્ટમાં પાર્કિંગ અને ગ્રીનપેચનુ, તેમજ ચેનલાઇઝેશન અને ટ્રાફીક આઇલેન્ડનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે ૧૮૫ કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં ૬૫૨ મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડના ખર્ચે નિર્માણ થશે. તો ૭૭૯ મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર અંદાજે રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે બનશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦ ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૭ બ્રિજના રૂ. ૬૧૨.૮૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.