-સૌથી વધુ જોખમી શહેરોમાં અમદાવાદનો સમાવેશ
માત્ર ત્રીસ વર્ષ પછી એટલે કે 2050માં મહાનગર મુંબઇ, પાટનગર નવી દિલ્હી, જયપુર, કાનપુર, ઇંદોર, લખનઉ અને ચંડીગઢ જેવાં ઓછામાં ઓછાં ત્રીસ શહેરોમાં પીવાના પાણીની ભયંકર તંગી અનુભવાશે એવો ભયનજક વર્તારો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડે પ્રગટ કર્યો હતો.
વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ (WWF)ના રીસ્ક ફિલ્ટર એનેલિસિસમાં જણાવાયા મુજબ આર્થિક દ્રષ્ટિએ મહત્ત્વનાં એવાં શહેરોમાં વસતિ વધી જશે અને પીવાના પાણીની તંગી અનુભવાશે. એક તરફ કેન્દ્ર સરકારનું જળ ઊર્જા મંત્ર્યાલય ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવાની મહત્ત્વાકાંક્ષી યોજના શરૂ કરી ચૂક્યું છે ત્યારે બીજી બાજુ WWFએ આ આગાહી પ્રગટ કર ીહતી.
આ પરિસ્થિતિ આવતી રોકવા માટે તત્કાળ પગલાં લેવાની જરૂર હતી અને પર્યાવરણ સુરક્ષાના મુદ્દે જાગૃતિ આણવાની જરૂર જણાતી હતી. WWFના રિપોર્ટમાં અન્ય જે શહેરોનાં નામ છે એ આ પ્રમાણે છે- અમદાવાદ, અમૃતસર, પૂણે, શ્રીનગર, કોલકાતા, બેંગાલુરુ, કોઝિકોડે, વિશાખાપટ્ટનમ, ગ્વાલિયર, સૂરત, અલીગઢ અને કુન્નુર. આ એનેલિસિસમાં 2030થી 2050 વચ્ચેના સમયગાળામાં આ શહેરોને એકથી પાંચની વચ્ચે વહેંચી દેવાયાં હતાં.
ત્રણથી વધુ આંકવાળા શહેરોને સંવેદનશીલ અને ચારથી વધુ આંકવાળા શહેરોને અત્યંત સંવેદનશીલ ગણાવાયાં હતાં. પાંચના આંકડાવાળા શહેરોમાં પીવાના પાણીની તંગી એટલી વ્યાપક બને કે એ માટે મારામારી અને ખૂનામરકી થઇ શકે. સૌથી વધુ જોખમી શહેરોમાં અમદાવાદ, લુધિયાણા અને ચંડીગઢનાં નામ હતાં. WWFના ભારતના કાર્યક્રમ નિર્દેશક ડૉક્ટર સેજલ વોરાએ કહ્યું કે પર્યાવરણની દ્રષ્ટિએ આ શહેરોમાં તત્કાળ નક્કર પગલાં લેવાની શરૂઆત આજથી થઇ જવી જોઇએ. પર્યાવરણનું રક્ષણ થશે તો જ પાણીના સ્ત્રોત ભરપુર રહેશે. નહીંતર આવનારો સમય ખૂબ આકરો થઇ પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.