20 એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ, 30થી 40 લાખ પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે પહોંચશે?

શિક્ષણ વિભાગ માટે રાત થોડી અને વેશ જાજા જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે તંત્રએ આગામી 20 એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરુ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. જોકે, બીજી તરફ ધોરણ 1થી 12ના ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડના 30થી 40 લાખ પુસ્તકો બનાવવાની કામગીરી આ વખતે પાઠ્યપુસ્તક મંડળે કરવાની છે. નવા શૈક્ષણિક સત્ર સુધી વિદ્યાર્થીઓ પાસે આ પુસ્તકો કેવી રીતે પહોંચશે તેના પર ગુજરાત સ્ટેશનરી એન્ડ બુક સેલર એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે.

રાજ્યના પાઠ્યપુસ્તક મંડળની કામગીરી પર ભૂતકાળમાં પણ સવાલો ઉઠ્યા છે. હવે ફરી એકવાર મંડળ પુસ્તકોની અછતને લઈને કે પછી પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નહીં પહોંચવાને લઈને વિવાદમાં સપડાય તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 20 એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડના અભ્યાસમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરુ કરી દેવાનું છે. આ સત્ર ત્રીજી મે સુધી ચાલશે અને ત્યાર બાદ ચોથી મેથી 7 જુન સુધી ઉનાળું વેકેશન રાખવાની જાહેરાત કરી છે.

આ શૈક્ષણિક સત્ર શરુ તો થઈ જશે પરંતુ બાળકોને ભણાવવા માટેના નવા પુસ્તકો કેવી રીતે આવશે અને કેવી રીતે પહોંચશે તેના પર ગુજરાત સ્ટેશનરી એન્ડ બુક સેલર એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે. શિક્ષણ વિભાગ માટે પણ આ સૌથી મોટો પડકાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.