આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે એ 20 ઓકટોબરથી 30 નવેમ્બર વચ્ચે 392 ખાસ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી. એવી પણ જાહેરાત કરાઇ હતી કે આ ટ્રેનોની ટિકિટોના ભાવ તો એ જ રહેશે, પરંતુ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં કલાસના આધારે સ્પેશિયલ ચાર્જીસ ઉમેરાતા ભાડામાં 10થી 30 ટકાનો વધારો થઇ શકે છે.
રેલવે મંત્રાલયે કહ્યું હતું કે આગામી દિવસોમાં તહેવારના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારાને જોતાં આ નિર્ણય લેવાયો હતો. આ ખાસ ટ્રેનો કોલકાતા,પટણા, વારાણસી અને લખનઉ જેવા સ્થળો ઉપરાંત અન્ય સ્ટેશનો માટે દોડાવવામાં આવશે. આગામી દિવસોમાં દેશમાં દુર્ગાપુજા, દિવાળી, દશેરા અને છટ પુજાના તહેવારોની ઉજવણી થતાં લોકો પોતપોતાના શહેરમાં જવા રેલવેમાં મુસાફરી કરતા હોય છે.
અત્યાર સુધી રેલવેએ 666 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જ પાટા પર ઉતારી છે જે આખા દેશમાં ચાલે છે. ઉપરાંત મુંબઇમાં કેટલીક પરાની ટ્રેનો તેમજ કોલકાતા મેટ્રોમાં ચોક્કસ સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવે છે.
નવી ખાસ ટ્રેનો માત્ર 30 નવેમ્બર સુધી જ ચલાવવામાં આવશે અને ત્યાર પછી બંધ કરી દેવાશે, એમ રેલવેએ એક નિવેદનમાં કહ્યું હતું.મંગળવારે જારી કરેલા એક ઓર્ડરમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે આ ખાસ ટ્રેનો કલાકની 55 માઇલની ઝડપે દોડશે.
કોરોનાના કારણે રેલવેએ તમામ ટ્રેનોને બંધ કરી દીધી હતી. અંતે 12 મેથી પ્રવાસી મજુરોને તેમના ઘેર મોકલવા માટે ખાસ ટ્રેનો દોડાવી હતી. શરૂઆતમાં પંદર જોડી પ્રિમીયમ રાજધાની ટ્રેનો શરૂ કરાઇ હતી જે દિલ્હીને દેશના વિવિધ ભાગો સાથે જોડતી હતી. ત્યાર પછી પહેલી જૂનથી લાંબા અંતરની એક સો જોડી ટ્રેનો શરૂ કરાઇ હતી.છેલ્લે 12 સપ્ટેમ્બરથી વધારાના 80 ટ્રેનો પણ શરૂ કરાઇ હતી.
ચાલુ મહિનાની શરૂઆતમાં રેલવે બોર્ડે રાજ્ય સરકારોની જરૂરિયાતના આધારે તેમજ કોરોનાની સ્થિતિ જોઇ દૈનિક ધોરણે પેસેન્જર સેવાની સમીક્ષા કરી હતી. ‘અમે જનરલ મેનેજરો સાથે બેઠકો કરી હતી અને તમામને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી કોરોનાની શું સ્થિતિ છે તેની સમીક્ષા કરવા પણ સુચના આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.