21 અને 22 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, આ કાર્યક્રમોમાં લેશે ભાગ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકતે આવ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં ટૂંકા રોકાણ બાદ તેઓ ડૉનાલ્ડ ટ્રમ્પની સાથે પરત ફર્યા હતા. ફરી એકવખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા. 21 અને 22 માર્ચ એમ બે દિવસ તેઓ ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમોમાં ખાસ હાજરી આપશે. તા. 21મી માર્ચે તેઓ વડોદરાથી ભારત સ્ટેજ VI એટલે કે BS6 સ્ટાન્ડર્ડના પેટ્રોલ-ડીઝલનું લૉન્ચિંગ કરશે. આ માટેની પૂર્વ તૈયારીઓ વડોદરામાં શરૂ થઈ ચુકી છે.

ત્યારબાદ તા. 22 માર્ચના રોજ તેઓ જૂનાગઢની મુલાકાત લેશે. અહીં વડાપ્રધાન મોદી ગુજરાત સરકારે તૈયાર કરેલી ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાની દિનકર યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરની પણ મુલાકાત લેવાના છે. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થયેલા એક હાર્ટ યુનિટ યુ.એન. મહેતા હાર્ટકેરનું લોકાર્પણ કરશે. આ માટે હાલમાં આ યુનિટમાં તૈયારીઓ ચાલુ થઈ ચુકી છે. ત્યારબાદ કેવડિયામાં પ્રવાસ વિભાગને લગતા એક પ્રોજેક્ટને ખુલ્લો મુકશે. અહીં તેઓ ફરી એકવખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરશે. સાથે જ પ્રવાસન વિભાગના સફારી અને બોટિંગ માટેના પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવશે.

હાલ સરકારી તંત્રમાં થતી તૈયારીઓને લઈને સુત્રોમાંથી આ આયોજન અંગે માહિતી મળી હતી. આ સિવાય પણ વડોદરામાં કેટલાક પબ્લિક પ્રોજેક્ટને ખુલ્લા મુકે એવી પણ શક્યતા છે. આ સિવાય મોટેરા સ્ટેડિમયનું પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે. આ અંગે રાજ્ય સરકારે ગુજરાત ક્રિકેટ સ્ટેડિયમ એસો. સાથે વાતચીત પણ કરી છે. આવનારા પખવાડિયામાં આ સ્ટેડિમ તૈયાર થઈ જશે. કોર્પોરેશન પાસેથી BU પરમિશન પણ મળી ચુકી છે. આ જ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, કેટલીક સાઈટ પર કામ ચાલું હોવાને કારણે તે બંધ કરી દેવામાં આવી હતી. જે હવે તૈયાર થઈ ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.