ગુજરાતના 21 ડેમો ફૂલ,13 જળાશયો હાઈએલર્ટ પર….

ગુજરાત રાજ્યના 30 જળાશયો હાઈ એલર્ટ પર છે અને જેમાં 13 જળાશયો એલર્ટ પર મુકાયા છે. તથા 15 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે. તેમજ સરદાર સરોવર ડેમમાં 48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે તથા 11 ડેમોમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગ અપાઈ છે.

ગુજરાતમાં વરસાદને પગલે રાજ્યના 50 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે અને જેમાં 50 પૈકી 27 ડેમો હાઈએલર્ટ ઉપર છે. જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. એ જ રીતે 12 ડેમોમાં 80થી 90 ટકા પાણી ભરાતાં એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોય તેવા 11 ડેમો ઉપર વોર્નિંગ આપવામાં આવી છે અને ગુજરાતમાં બુધવારની સ્થિતિએ 21 ડેમો સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં અત્યારે 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં 21 ડેમોમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને આ 21 પૈકી સૌથી વધુ કચ્છમાં 13 ડેમો, દક્ષિણ ગુજરાતમાં 5, સૌરાષ્ટ્રમાં 3 ડેમોનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક નથી, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 14.76 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 34.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 56.50 ટકા, કચ્છના 20 ડેમોમાં 66.18, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 43.39 ટકા અને સરદાર સરોવર ડેમમાં 48 ટકા એમ રાજ્યના કુલ 207 ડેમોમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને સરદાર સરોવર યોજનામાં 1,60,363 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.