noલોકડાઉનની સ્થિતિ વચ્ચે મોટાભાગના લોકોને એક જ પ્રશ્ન મનમાં થતો હશે કે તા. 15 એપ્રિલથી જે રીતે પહેલા ઘરની બહાર નીકળી શકતા એવું થશે ખરા? 21 દિવસીય લોકડાઉન ખતમ થવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ આ માટે પ્લાનિંગ કરી રહી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર તા.14 ના રોજ લોકડાઉન પૂર્ણ થઈ જશે. પણ કેટલીક શરતોને આધીન અમુક પ્રકારની છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. બહાર જવા માટેની છૂટ રહેશે પણ આ માટે કેટલાક નિયમ અનુસરવાના રહેશે.
કોરોના વાયરસને લઈને મંત્રી સમૂહે મંગળવારે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ઓડ-ઈવન ફોર્મેટ લાગુ કરવા પર સલાહ આપવામાં આવી હતી. પરિવહનના જાહેર એકમથી પ્રવાસ કરતા લોકોની સંખ્યા નક્કી કરવા માટે પણ કેટલાક સૂચન કરવામાં આવ્યા છે. મંત્રી મંડળે એવી પણ રજૂઆત કરી હતી કે, મોલ અને સ્કૂલ પણ તા.15 મે સુધી બંધ રાખવા માટે તથા ધાર્મિક સ્થળ પર કોઈ મેળા કે જમાવડો ન કરવા માટે આદેશ કર્યા છે. આ ઉપરાંત દરેક ધાર્મિક સ્થળ બંધ રાખવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે. કોરોના હોટસ્પોટ 13 રાજ્યના 60 જિલ્લાઓમાં તા. 14 પછી ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી લોકડાઉન રહે એવી શક્યતા છે.
ઓછામાં ઓછા પાંચ દર્દીઓના પોઝિટિવ કેસ ધરાવતા જિલ્લાઓ અથવા પાંચ નવા દર્દીઓના પોઝિટિવ કેસ મળશે તો જે તે વિસ્તાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. માર્કેટ, મોલ અને મેળા જેવા મોટા આયોજન પર પ્રતિબંધ યથાવત રહેશે. જ્યારે નાના પાયા પર થતા કામ કે પ્રોજેક્ટને સોશિયલ ડિસ્ટન્સની શરત સાથે મંજૂરી આપવામાં આવશે. રાજ્ય વચ્ચે માર્ગ પરિવહન, ટ્રેલ તથા વિમાન સેવા પર પ્રતિબંધ યથાવત રહેશે. મર્યાદિત રૂટ પર જ પરિવહનને કેટલીક શરત અનુસાર છૂટ આપવામાં આવશે. આનો એક એવો પણ થાય છે કે જે તે વિસ્તારમાંથી લોકોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે પણ કેટલાક નિયમોને અનુસરવાના રહેશે. દિલ્હીમાં જે રીતે ઓડ ઈવન ફોર્મેટ લાગુ કરાયું હતું તેની અમલવારી થઈ શકે છે.
તા.14 એપ્રિલ બાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સરળતાથી જઈ શકાશે નહીં. કારણ કે, લોકડાઉન દરમિયાન બોર્ડર સીલ કરી દેવામાં આવી છે તે યથાવત રહેશે. એટલે આંતરરાજ્ય પરિવહન સરળ નહીં રહે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાજ્ય બોર્ડરને છૂટ આપવામાં આવે એવું અત્યારે જણાતું નથી. આ ઉપરાંત મહાનગરમાં ટ્રેન કે મેટ્રો પણ શરૂ નહીં થાય. પરંતુ, સરકાર મેડિકલ અને કરિયાણા સિવાય બીજી કેટલીક વસ્તુઓની દુકાન ખોલવા પર અમુક છૂટ આપી શકે એમ છે. આ અંગે વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે. કોરોના વાયરસ હોટસ્પોટ અને સંવેદનશીલ વિસ્તાર માટે એક ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે.
તા.14 એપ્રિલને પૂર્ણ થતું લોકડાઉન આગળ વધારવું કે નહીં એ અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. જોકે, પાંચ રાજ્યનાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ લોકડાઉનને આગળ યથાવત રાખવામાં આવે એ જ લોકોના હિતમાં છે. આ સલાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, તેલંગણા, પંજાબ અને મધ્ય પ્રદેશની સરકારે લોકડાઉનને આગળ વધારવાને સમર્થન આપ્યું હતું. જેના પર સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે. સરકારે એ પણ સ્વીકાર્યું હતું કે, લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. પણ જોખમને ધ્યાને લઈને લોકડાઉન અનિવાર્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.