કોરોના વાયરસના ગંભીર ખતરાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન 21 દિવસ લાંબુ ચાલશે. 24મી મધરાતથી શરૂ થયેલુ લોકડાઉન 14મી એપ્રિલ સુધી અમલી બનશે. જોકે આ દરમિયાન જીવન જરૂરીયાતની કોઈ જ વસ્તુઓને લઈ લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે મોદી સરકાર ખાસ પ્રકારની વ્યવસ્થા કરવા જઈ રહી છે.
લોકડાઉન દરમિયાન જરૂરી અને ખાવાનો સામાનના સપ્લાય ચાલુ રહે તેમજ લોકો ને પણ કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેના માટે ગૃહ મંત્રાલયએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી અને ડીજીપીને એક પત્ર લખ્યો છે. સામાનનો સપ્લાય ચાલુ રહે તેના માટે તાત્કાલિક એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાનું જણાવવામાં આવ્યું છે. તેનાથી કોઈ પણ નાગરિકને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ઘરે બેઠા ફોન કરી શકે છે.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર પત્રમાં તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ વહેલી તકે એક હેલ્પલાઇન નંબર જાહેર કરે, જેથી જરૂરિયાતવાળા લોકો ફોન પર તેની જાણકારી આપી શકે. લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે અને લોકો પોતાના ઘરોમાં જ રહે, તેના માટે તેમની મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે. બજાર અને દુકાનો પર ભીડ ન એકત્ર થાય તે માટે ઘરના દરવાજા સુધી સામાન પહોંચાડવાની સુવિધા આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.