Gujarat Weather Update: હવામાન વિભાગ પ્રમાણે હજી આજે પણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ગરમ પવનો સાથે હીટવેવેની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો છવાશે.
અમદાવાદ: માર્ચ મહિનાના મધ્ય ભાગમાં જ ગુજરાતીઓને તપતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ધીમે-ધીમે પારો કાળઝાળ ગરમી તરફ આગળ વધી રહ્યો છે. ખાસ કરીને, માર્ચ મહિનાના મધ્યભાગમાં જ રાજ્યના કેટલા ભાગમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવું નિષ્ણાતોનો મત રહ્યો છે. તો હવામાન વિભાગ પ્રમાણે હજી આજે પણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ગરમ પવનો સાથે હીટવેવેની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો છવાશે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. આ સાથે આગામી પાંચ દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી વધવાની પણ આગાહી કરવામાં આવી છે.
આ સાથે રાજ્યમાં આજે પણ મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હીટવેવની વોર્નિંગ આપી છે. આજે (21 માર્ચ) સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. વિશેષ રીતે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે.
આ સાથે તેમણે કહ્યુ કે, ‘પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાશે. રામાશ્રય યાદવે બુધવારના તાપમાન અંગેની વાત કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે ભુજમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયુ છે. આ સાથે અમદાવાદમાં 37.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતો હશે. ઘણી જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળતાં હશે. પરંતુ માવઠું થશે તેવો ડર રાખવાનો નથી. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય સ્થિતિમાં છે. એટલે કે માર્ચ મહિનામાં સામાન્ય સ્થિતિનું તાપમાન જેની અંદર 36થી લઇને 38 ડિગ્રી તથા ઘણી જગ્યાએ 40-41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આવું જ તાપમાન 20-23 માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે
.આ સાથે તેમણે જણાવ્યુ કે, માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. બહુ મોટો ઘટાડો થશે નહીં. બીજી બાજુ, પવનની દિશા તો ઘણા દિવસથી બદલાઇ ગઇ છે. ઉત્તર-પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઇ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.