કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારના રોજ વિડિયો મેસેડ જારી કરી કેન્દ્રની મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે એકાએક લાદેલા લોકડાઉનએ દેશના યુવકોનું ભવિષ્ય, ગરીબો અને અસંગઠિત અર્થવ્યસ્થા પર હુમલો હતો.
તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારએ લોકડાઉનના નિર્ણયને કારણે દેશમા કરોડો લોકો બેરોજગાર બન્યા છે, જયારે 97 લાખ લોકોને પોતાનુ વતન છોડવુ પડયુ છે. 21 દિવસમાં સરકારએ કોરોના વાઇરસ પર કાબુ મેળવી લેવો જોઇતો હતો, પરંતુ સરકારના અણઘડ નિર્ણયના કારણે કરોડો લોકો બેરોજગાર બની ગયા. મોદી સરકારના ત્રણ નિર્ણયના કારણે અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ, જેનાથી દેશમા બેરોજગારી વધી ગઇ.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ વિષયે ટ્વિટએ કરી કહ્યું કે, આજે દેશના યુવાનો પોતાની વ્યથા કહેવા માંગે છે. અટકી પડેલી ભરતી, પરિક્ષાની બદલતી તારીખ, અપોઇન્ટમેન્ટ તેમજ નવી નોકરીને લઇને યુવાનો વિરોધ કરવા માંગે છે. આજે આપણે બધાએ યુવાનોની રોજગારી માટે તેમની આ લડાઇમા સાથ આપવાની જરૂરત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.