21 દિવસનું લોકડાઉન / ગુજરાતમાં દૈનિક 55 લાખ લીટર દૂધનું વિતરણ, 59 હજાર ક્વિન્ટલ શાકભાજી અને 2,680 ક્વિન્ટલ ફ્રુટ ઉપલબ્ધ

ગુજરાતમાં કોરોનાના 43 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે અને તેમાંથી ત્રણના તો મોત પણ થઈ ગયા છે. વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં લઈ સમગ્ર દેશમાં 21 દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. અશ્વિનીકુમારે શાકભાજી અને ફ્રુટની આવકની વિગતો આપતાં કહ્યું કે, ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી

મંડળીઓ-માર્કેટમાં 59 હજાર ક્વિન્ટલ શાકભાજી અને 2,680 ક્વિન્ટલ ફ્રુટની આવક થઈ છે. તેમજ રાજ્યમાં દૈનિક 55 લાખ લીટર દૂધના પાઉચનું વિતરણ થઇ રહ્યું છે.

34000 ક્વિન્ટલ લીલા શાકભાજી અને610 ક્વિન્ટલ કેળાંની આવક
અશ્વિની કુમારે આગળ કહ્યું કે, 59 હજાર ક્વિન્ટલ શાકભાજીમાં 13,655 ક્વિન્ટલ બટાટા, 4,350 ક્વિન્ટલ ડુંગળી, 6900 ક્વિન્ટલ ટમેટા અને 34000 ક્વિન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. સમગ્ર રાજ્યમાં 68 જેટલા શાકભાજી માર્કેટ

કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં 610 ક્વિન્ટલ કેળાં, 970 ક્વિન્ટલ સફરજન અને 1100 ક્વિન્ટલ અન્ય ફળફળાદી સહિત 2680 ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.

આવશ્યક ચીજ વસ્તુઓ માટે 1070 તથા 079-23251900 પર સંપર્ક કરી શકો
આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24×7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.