કોવિડ-19નાં વધતા કેસ વચ્ચે દેશમાં અનલોકિંગની પ્રક્રિયા પણ ચાલું છે, આ ક્રમમાં કેન્દ્ર સરકાર સરકારે આગામી 21 સપ્ટેમ્બરથી આશિંક રૂપથી સ્કુલ ખોલવાની પરવાનગી આપી છે, સરકારનાં આદેશ મુજબ ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓ માટે સ્કુલો ખુલશે, આરોગ્ય મંત્રાલયની ગાઇડલાઇનમાં કેટલીક સુચનો પણ આપવામાં આવ્યા છે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોનની બહારની જ સ્કુલો ખોલવામા આવશે, આ દરમિયાન સ્કુલોમાં સભાઓ, રમત-ગમતનાં કાર્યક્રમો આયોજીત કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે, લેબથી લઈને ક્લાસરૂમ સુધી વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફુટનું અંતર જળવાય તે પ્રકારની બેઠક વ્યવસ્થા એ પ્રકારની કરવાની રહેશે. કેમ કે આ દરમિયાન મોટી સંખ્યામાં મોટી ભીડ એકઠી થઇ શકે છે.
સરકારે આદેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોને સર્વોપરી માનતા ઘણા આદેશ આપ્યા છે, તે સાથે જ સરકારે એ પણ કહ્યું કે ડિસ્ટન્સ લર્નિંગ ચાલું રાખવામાં આવે અને તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે, સ્કુલોને સેનેટાઇઝેશન કરવા ઉપરાંત ઘણી બાબતો આદેશમાં કહેવામાં આવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે 9 થી 12નાં વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકોની સૂચના મેળવવા માટે શાળાએ જઇ શકશે. જો કે આ સમય દરમિયાન પણ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માતા-પિતા અને શિક્ષકોની લેખિત સંમતિ પછી જ વિદ્યાર્થીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવશે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શાળામાં ફક્ત તે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મંજૂરી આપવામાં આવે, જેમનામાં કોરોના સંબંધિત કોઈ લક્ષણો ન હોય. જો કોઈને વિષમ પરિસ્થિતીઓમાં કોરોના સાથે મળતા આવતા સમાન લક્ષણો જોવા મળે છે, તો તેને તરત જ કેવિડ ટેસ્ટ માટે મોકલવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.