ઉત્તર ગુજરાતને ગૌરવ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી થતા સમગ્ર જિલ્લા સહિત રાજ્ય માટે ગૌરવની વાત છે. મહેસાણા તાલુકાના કંથરાવી ગામની 21 વર્ષીય નેવીયા પટેલ અમરેકિન આર્મીમાં પસંદગી પામી છે.
અમેરિકામાં મહેસાણાના મોટાભાગના લોકો ત્યાં વસેલા છે, ત્યારે કંથરાવીની દીકરીએ US આર્મીમાં પસંદગી પામતા વતનમાં લોકોમાં ખુશીનો માહોલ છે. નેવીયાના પિતા અમેરિકામાં રેસ્ટોરાંના બિઝનેસમાં છે. 21 વર્ષીય નેવીયા રસિકભાઈ પટેલની પસંદગી અમેરિકન આર્મીમાં કરવામાં આવી છે. મહેસાણાના દીકરી અમેરિકન આર્મીમાં જોડાતા તેણે પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મહેસાણાની નેવીયા પટેલની વાત કરીએ તો, નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની છે. નેવીયા પટેલે ધો.-1થી ધો.7 પંચગીની મહારાષ્ટ્રમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ધો.11th, 12th અને કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યા બાદ આર્મીની તાલીમ લીધી હતી.
મહેસાણાની દીકરી નવીયા પટેલનો પરિવાર અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં રહે છે. તેના પિતા રસિક પટેલ રેસ્ટોરાંનો બિઝનેશ કરે છે. જ્યારે તેના મામા હરેશ, પરેશ અને લવ તથા કુશ પટેલના પ્રયાસોથી નેવીયા અમેરિકન આર્મીમાં જોડાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.