22 થી 39 વર્ષના સ્વસ્થ લોકોને કામ પર જવા અપાય મંજૂરી, FICCI એ કર્યા આવા સૂચનો

દેશભરમાં 14 એપ્રિલે પુરુ થતુ લોકડાઉન લંબાવવા અંગે કેન્દ્ર સરકાર મનોમંથન કરી રહી છે ત્યારે ઔદ્યોગિક સંગઠન ફિક્કીએ સરકારને આંશિક રીતે લોકડાઉન ખોલીને અર્થતંત્રને ફરી ધબકતુ રાખવા માટે સૂચન કર્યુ છે.

ફિક્કીએ સરકારને ધીરે ધીરે લોકડાઉન ખોલવા અપીલ કરીને કહ્યુ છે કે, આઈટી સેક્ટર અને સ્કૂલોને બંધ રાખવામાં આવે પણ કામદારોને 15 એપ્રિલથી કામ પર આવવા પ્રોત્સાહિત કરવામાં આવે.જે જિલ્લામાં કોરોનાના દર્દીઓ નથી ત્યાં લોકડાઉન હટાવાય. રિટેલ દુકાનોને થોડા સમય માટે ખોલવાની છુટ આપવામાં આવે. ઓનલાઈન કંપનીઓ અને ડોમેસ્ટિક વિમાન વ્યવહાર પણ આંશિક રીતે શરુ કરવામાં આવે.

ફિક્કીનુ કહેવુ છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટને કેટલાક નિયમો સાથે ફરી શરુ કરવી જોઈએ તેમજ રેલવેને પણ ટ્રેન સેવા આંશિક રીતે શરુ કરવાની મજંરૂ આપવી જોઈએ. દેશની હોટલોમાં લોકડાઉન યથાવત રાખવામાં આવે. દેશમાં સામાનની હેરફેરને મંજૂરી આપવી બહુ જરુરી છે. બહુ જરુરી સામાનની સપ્લાય માટે સેનાની મંજુરી લેવામાં આવે.

શરુઆતમાં 22 થી 39  વર્ષના સ્વસ્થ લોકોને કામ પર જવાની મંજૂરી આપવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.