22મી જૂને શરૂ થશે એપલની વર્લ્ડ વાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ, બદલી શકે છે એપલ iosનું નામ

એપલની વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC)નું આ વર્ષે 22 જૂનના રોજ ઓનલાઈન આયોજન છે. આ વખતે પહેલી વખત ઓનલાઈન આયોજન થઇ રહ્યું છે.

કોન્ફરન્સને લઇને અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર એપલ iPhone અને ટેબ ઓપરેટિંગ સિસ્ટમ OSનું નામ બદલવા જઇ રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે કે એપલના iOSનું નવું નામ iPhone iOS હોય શકે છે. નવા નામની જાહેરાત WWDC માં થઇ શકે છે.

iPhone iOS વર્ષ 2007માં રજુ થઇ હતી. ત્યાર બાદ દર વર્ષે WWDC માં નવી iOSની જાહેરાત થઇ રહીં, પરંતુ આ વખતે એપલ ઓસ સહિત કેટલીય પ્રોડેક્ટનું રિ-બ્રાન્ડિંગ કરવાની તૈયારીમાં છે.

iPhone OSનું નામ iPhone OS હશે જ્યારે iPad OS કહેવામાં આવશે. અત્યારે દુનિયામાં લગભગ 1.5 લોકો iOS ડિવાઇસ ઉપયોગ કરી રહ્યાં છે.

iOS 14ને લઇને રિપોર્ટ લીક
iOS 14નું લોન્ચિંગ WWDC માં થવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે iOS 14માં થર્ડ પાર્ટી એપ્સનો પણ સપોર્ટ મળી શકે છે. જોકે, હાલની OSમાં થર્ડ પાર્ટી એપ સપોર્ટ નથી મળતો. આ વર્ષની શરૂઆતમાં એક રિપોર્ટ આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવી iOSમાં યુઝર્સ ડિફોલ્ટ રીતે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી શકશે.

ડેવલપર્સ એપ ડેવલપર એપ ડાઉનલોડ કરે
કંપનીએ પોતાના બ્લોગમાં તમામ ડેવલપર્સને એપલ ડેવલપર્સ એપ ડાઉનલોડ કરવા કહ્યું છે. એપમાં WWDC20 ઇવેન્ટ સંબંધી અન્ય માહિતી શેર કરશે, જેમાં કીનોટ ડિટેલ્સ, સેશન્સ અને લેબ શિડ્યુલ વિશે માહિતી મળશે.

WWDC 2019
WWDC 2019માં ટિમ કૂકે એપલ iOS 13, નવું iPadOS, એપલ વૉચ માટે નવી OS 6, ટીવી માટે OS13 લોન્ચ કરી. વર્ષની આ સૌથી મોટી ગણાતી સોફ્ટવેર ઈવેન્ટમાં એપલે Mac Pro નું પણ ડેબ્યૂ કર્યું હતું. વિશ્વને બદનારી ટેક્નોલોજીની મુખ્ય બાબતો સાથે કૂકે પણ અત્યાર સુધીના સૌથી જાણીતા આઇટ્યુન્સ પ્લેટફોર્મને બંધ કરવા વિશેની અટકળો ઉરપ પૂર્ણ વિરામ મૂક્યું હતું. તેમની ટીમે જણાવ્યું હતું કે , ધીમે ધીમે આઇટ્યુન્સને દૂર કરવાથી તેના બદલે ત્રણ નવી એપ્લિકેશન્સ લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.