આ બીમારી વિશ્વયુદ્ધથી પણ ભયાનક છે. વિશ્વ સંકટના ગભીર સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ રોગચાળાને ખૂબજ ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણે પૂરી તરહ નિશ્ચિંત થઈને બેસી નથી શકતા. મારા દેશવાસીઓ પાસેથી મેં જ્યારે પણ કાંઈ માંગ્યું છે મને દેશવાસીઓએ નિરાશ નથી કર્યો. આજે હું તમામ દેશવાસીઓ પાસેથી માંગવા આવ્યો છે. મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ. આ રવિવાર 22 માર્ચ સવારે 7 કલાકથી રાત્રે 9 વાગ્યા સુધી બધાજ દેશવાસીઓ જનતા કર્ફ્યુનું પાલન કરે. કોઈપણ ઘરેથી બાહર ન નિકળે.
અત્યાર સુધી કોરોના રોગચાળાથી બચવા માટે વિજ્ઞાનમાં કોઈ નક્કી ઉપાય નથી. અને તેની કોઈ રસી પણ નથી. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે. દુનિયાનાં જે દેશોમાં આ વાયસર અને પ્રભાવ વધુ જોવા મળ્યો છે તેમાં એક વાત સામે આવી છે કે આ દેશોમાં કોરોનાનાં થોડાક કેસો સામે આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એકદમ ઝડપથી વધી ગઈ છે. ભારત વિશ્વના દેશોના આ ટ્રેક રોકોર્ડ પર પૂરેપૂરી નજર રાખી રહ્યું છે. જોકે ભારતમાં લોકોને વધુમાં વધુ આઈસોલેટ કરી સ્થિતિને સાચવવામાં આવી છે. આમા નાગરિકોની ભૂમિકા મુખ્ય રહી છે. વિકાસશીલ ભારત દેશ પર કોરોનાનો સંકટ સામાન્ય વાત નથી. મોટા અને વિકસિત દેશોમાં આ રોગચાળાનો આપણે વધુ પ્રભાવ જોઈ રહ્યા છે તો ભારત પર આનો પ્રભાવ નહીં પડે તે માનવું ખોટું છે.
આ બીમારીથી બચવા બે વસ્તુ ખૂબજ જરૂરી છે. સંકલ્પ અને સંયમ. આજે 130 કરોડ દેશવાસી સંકલ્પ કરે કે અમે આ રોગચાળાને રોકવા એક નાગરિકની જવબાદારી સમજીશું. સરકારોના દિશાનિદેર્શોનું પૂરેપૂરું પાલન કરીશું. આજે આપણે આ સંકલ્પ કરવો પડશે કે આપણે પોતે ચેપગ્રસ્ત થવાથી બચીશું અને બીજાઓને પણ બચાવીશું. હમ સ્વસ્થ તો જગત સ્વસ્થ. આના માટે બીજી જરૂરીવાત છે સંયમ. આ માટે તમારે ભીડભાડવાળી જગ્યાએ બચવું પડશે. લોકો વચ્ચે અંતર રાખવું પડશે. આ સંકલ્પ અને સંયમ આ વૈશ્વિક મહામારીને નાથવા માટે મોટી ભૂમિકા નિભાવશે. જરૂરિયાત વગર ઘરથ બહાર ન નિકળો. જે લોકો આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે જેઓ જનપ્રતિનિધિ છે તેઓ પોતાની જવાબદારી નિભાવે. 60 થી 65 ની ઉંમર વાળા ઘરેથી બાહર ન નિકળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.