સુરત શહેરના તક્ષશીલાના ભીષણ અગ્નિકાંડને ગઈકાલે એટલે કે શુક્રવારે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ અગાઉ શુક્રવારનો દિવસ સુરત શહેર માટે બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. તક્ષશીલાના ભીષણ અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. જ્યારે 18ને નાની-મોટા ઇજા થઇ હતી. રાષ્ટ્રીય સ્તરે સુરતને લાંછન લગાડનારી આ હોનારતના દ્રશ્યો આખા દેશે ઘરે બેસી ટીવી ઉપર નીકળ્યા હતા.
જિંદગી બચાવવા મોતની છલાંગ લગાવી રહેલા વિદ્યાર્થીઓને જોઈ સૌ કોઈના મોઢેથી સિસકારા નીકળી ગયા હતા. આગના લપકારા જોઈ અને વિદ્યાર્થીઓની મરનચીસો સાંભળી દેશના લોકનાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ દ્રવી ઉઠ્યા હતા. આજે એક વર્ષ બાદ પણ પોતાના કાળજાનો કટકો ગુમાવી દેનારા પરિવાર ન્યાય માટે વલોપાત કરી રહ્યા છે.
સમય હતો બપોર નો અને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આરકેડમાં આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટથી લાગી હતી અને વિદ્યાર્થીઓ ત્યારે ઉપર અભ્યાસ કરી રહ્યા હતા. તમામ એકથી ચડે એવા ચિત્રકાર હતા. પરંતુ એમને ક્યાં ખબર હતી કે નીચે લાગેલી આગ વિકરાળ બની એમને માત્ર ચિત્રોમાં મૂકી જશે અને બસ થોડી મિનિટમાં તો તક્ષશીલા આરકેડમાં અગ્નિ તાંડવ શરૂ થયો હતો. મોતના આ તાંડવના દ્રશ્ય જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તમામ કામગીરી પડતી મૂકી સુરત દોડી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.