જૂનાગઢના બાંટવા નજીક 23 લાખનો સ્ટેટ મોનિટરિંગ સેલ એ દારૂ ઝડપી પાડ્યો..

જુનાગઢ જિલ્લાના બાટવા ના ખારા ડેમ વિસ્તારમાં એસએમસીએ અંગ્રેજી દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે જ દરોડો પાડતા બુટલેગરો વાહન ચાલકો ખેપીયાઓમાં વગેરેમાં નાશ ભાગ મચી ગઈ હતી સ્થળ પરથી એસએમસીએ 22.94 લાખનો અંગ્રેજી દારૂ કબજે કર્યો હતો બે વાહનનો સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના નામ ખુલ્યા છે તેની શરૂ કરી છે

News Detail

ડીજીપીના વડ પણ હેઠળ કાર્ય કરતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જે એચ દહિયાને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જે વાહનમાંથી દારૂ મળ્યો તેમાં મોટું જનરેટર નું બોક્સ બનાવવામાં આવ્યું હતું બિલ્ટીમાં પણ જનરેટર લખવામાં આવ્યું હતું. વાહનમાં કોઈ પાછળથી જોવે તો જનરેટરનું જેવું બોક્સ જ દેખાતું હતું જેના લાકડાના દરવાજા પાછળ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. બાટવા નજીકના ખારા ડેમ વિસ્તારમાં કે જે અવાવરું જેવો છે ત્યાં મધરાત્રે અંગ્રેજી દારૂનું કટીંગ ચાલુ હતું બરાબર ત્યારે જ એસએમસીની ટીમ ત્રાટકી હતી જેથી દારૂ મંગાવનાર બુટલેગરો ડ્રાઇવર વગેરે નાસી ગયા હતા સ્થળ પરથી જુદી જુદી બનાવટની અંગ્રેજી દારૂની 10045 બોટલ મળી આવી હતી જેની કિંમત 22.94 લાખ ગણવામાં આવી હતી આ ઉપરાંત 11 લાખના બે વાહનો મળી આવ્યા એસએમસી ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાહન નંબરોના આધારે તપાસ કરતા જેના નામ ખુલ્યા છે તેમાં સોનું રણબીરસિંહ જાટ ધીરેન અમૃતલાલ કારીયા લાખાભાઈ રબારી નો સમાવેશ થાય છે એટલું જ નહીં આઇસર નો ચાલાક અશોક લેલન દોસ્ત ના ચાલાક લાલ કલરની બ્રેઝા કાર ના ચાલાક અને સફેદ કલરની ગાડીના ચાલાક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.