– દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સિસ્ટમને લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે ઉ.ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જો કે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ધીમું રહેશે. તો અમદાવાદમાં આજે અને કાલે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.
9 ઓગસ્ટે વધુ એક લો પ્રેશર લાવશે વરસાદ
9 ઓગસ્ટે વધુ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.