જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, અમેરિકામાં કોરોનાવાયરસના 30,000 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા 1 મેથી એક જ દિવસમાં નોંધાયેલા દૈનિક ચેપની સૌથી મોટી સંખ્યા છે.દેશભરમાં પહેલાં કરતાં કોરોનાનાં નવા કેસો ઝડપથી વધી રહ્યાં છે,
ખાસ કરીને દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમનાં રાજ્યોમાં કેસ પહેલામાં પ્રમાણમાં ખુબ ઝડપથી વધી રહ્યા છે, અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોરોના બાર અને પાર્ટીઓમાં ભીડ વધારતા યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
શુક્રવારે અમેરિકાનાં એરિઝોના, ફ્લોરિડા, કેલિફોર્નિયા, નેવાડા અને દક્ષિણ કેરોલિના રાજ્યમાં કોવિડ -19 ચેપના કેસોમાં એક જ દિવસમાં વિક્રમી વૃદ્ધિ નોંધાઈ છે.
શનિવારે ફ્લોરિડામાં 4,049 નવા કેસ નોંધાયા છે. ફ્લોરિડામાં 4,049 નવા કેસ નોંધાયા છે, આ સતત ત્રીજો દિવસ છે જ્યારે કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ તોડ્યો છે.
રાજ્યોમાં લાંબા ગાળાના લોકડાઉન અર્થવ્યવસ્થાઓ ખૂલ્યા બાદ લોકો સામાન્ય પ્રવૃત્તિ તરફ પરત ફરી રહ્યા છે. જો કે, આને કારણે અમેરિકામાં કોરોના વાયરસનો ચેપ વધ્યો છે.
એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સુચનાઓનું પાલન કરી રહ્યાં નથી. કેટલાક લોકો માસ્ક પણ લગાવતા નથી જેના કારણે કોરોના વાયરસનાં ચેપનો ફેલાવો ફરીથી શરૂ થયો છે.
અમેરિકામાં મે અને જૂનના પ્રારંભમાં કોરોના વાયરસના ચેપમાં ઘટાડો થયો હતો, પરંતુ બજાર વગેરે ખુલવાના કારણે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રનું અનુમાન છે કે 11 જુલાઇ સુધીમાં અમેરિકામાં 1 લાખ 29 હજારથી 1 લાખ 45 હજાર સુધી કોરોના વાયરસના ચેપને કારણે સંક્રમણનાં પગલે મૃત્યુ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.