ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 85 હજારને પાર થઈ ચુક્યો છે. આજે નોંધાયેલા પોઝિટિવ કેસ બાદ આ આંકડો 85,678 થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1212 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2883 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
આજે નોંધાયેલા કુલ 1212 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 166 અને જિલ્લામાં 72 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 157 અને જિલ્લામાં 22 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 94 અને જિલ્લામાં 28 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 64 અને જિલ્લામાં 35 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 85 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,453 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 68,257 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2883 થયો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 16,95,325 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.