તમે નાની રકમથી પણ રોકાણ કરવાનું શરૂ કરીને કરોડો રુપિયાના માલિક બની શકો છો. જો તમે સમયાંતરે રકમમાં થોડો-થોડો વધારો કરતા રહેશો, તો થોડા વર્ષોમાં તમે એટલુ મોટુ ફંડ એકત્ર કરી શકશો કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અમે તમને જણાવીશું કરોડપતિ બનવાની સુપરહિટ ફોર્મ્યુલા.
તમે નાની રકમથી પણ રોકાણ કરવાનું શરૂ કરીને કરોડો રુપિયાના માલિક બની શકો છો. જો તમે સમયાંતરે રકમમાં થોડો-થોડો વધારો કરતા રહેશો, તો થોડા વર્ષોમાં તમે એટલુ મોટુ ફંડ એકત્ર કરી શકશો કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અમે તમને જણાવીશું કરોડપતિ બનવાની સુપરહિટ ફોર્મ્યુલા.
રોકાણ નાનું હોય કે મોટું હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કરીનો મોટી રકમ એકત્ર કરી શકો છો. અહીં અમે તમને એક એવી રોકાણ ફોર્મ્યુલા જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી વૃદ્ધાવસ્થામાં કરોડો રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો અને શાંતિપૂર્ણ જીવન જીવી શકો છો.
કરોડપતિ બનવા માટે તમારે 25/2/5/35નું સૂત્ર અનુસરવું પડશે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. આ ફોર્મ્યુલા અનુસાર તમારે 25 વર્ષની ઉંમરથી રોકાણ શરૂ કરવું પડશે. 2 એટલે ઓછામાં ઓછા 2000 રુપિયાની SIP સાથે રોકાણ કરવાનું શરૂ કરો. 5 એટલે દર વર્ષે રકમમાં 5 ટકા વધારો અને 35નો અર્થ છે આ SIP સતત 35 વર્ષ સુધી ચાલુ રાખવાની રહેશે.
જેમ કે તમે 25 વર્ષમાં 2000 રૂપિયાથી SIP શરૂ કરો છો. હવે તમારે દર વર્ષે 5 ટકા રકમ વધારવી પડશે. SIP શરૂ કર્યા પછી તમે એક વર્ષ માટે દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કર્યું છે. આવતા વર્ષે તમારે તમારા 2000 રૂપિયાના 5 ટકા એટલે કે માત્ર 100 રૂપિયાનો વધારો કરવો પડશે. આ રીતે તમારે એક વર્ષ માટે 2100 રૂપિયાની SIP ચલાવવાની રહેશે.
આવતા વર્ષે 2100 રુપિયાની રકમમાં 5% એટલે કે 105 રુપિયાનો વધારો કરો અને આખા વર્ષ માટે 2205 રુપિયાની SIP ચલાવો. એ જ રીતે દર વર્ષે તમારે વર્તમાન રકમના 5 ટકા વધારો કરવો પડશે. આ રોકાણ 35 વર્ષ સુધી ચાલુ રહેવાનું છે. 35 વર્ષમાં તમે 60 વર્ષના થશો અને આ રોકાણ દ્વારા એક સારું રિટાયરમેન્ટ ફંડ ઉમેરશો.
ફોર્મ્યુલા મુજબ, જો તમે 35 વર્ષ સુધી રોકાણ કરવાનું ચાલુ રાખો છો, તો SIP કેલ્ક્યુલેટર અનુસાર તમે કુલ 21,67,68 રૂપિયાનું રોકાણ કરશો. SIP પર સરેરાશ વળતર 12 ટકા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમને રોકાણ પર માત્ર 1,77,71,532 રૂપિયાનું વ્યાજ મળશે.
આ રીતે, જ્યારે તમે રોકાણ કરેલી રકમ અને વ્યાજની રકમને જોડીને પૈસા મેળવો છો, ત્યારે તે 1,99,39,220 રુપિયા (લગભગ રૂ. 2 કરોડ) થશે. આ રીતે 60 વર્ષની ઉંમરે તમે 2 કરોડ રૂપિયાના માલિક બની જશો.
નોંધ-મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર સાથે જોડાયેલુ હોવાથી જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.