ભાજપ અને શિવસેનામાં પડેલા ભંગાણ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ હજી પણ યથાવત છે. શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ એક સમયના સાથી પક્ષ ભાજપની આજે બરાબર ઝાટકણી કાઢી હતી.
પોતાના ધારાસભ્યો સાથેની બેઠકમાં ઠાકરેએ આખરે 25 વર્ષના સાથીદાર એવા ભાજપનો સાથ છોડવા અંગેનો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, ભાજપે બાળાસાહેબને આપેલુ વચન તોડ્યુ છે અને ફરી ચૂંટણી ના કરાવવી પડે તે માટે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકાર બનાવવા તૈયાર થયા છે.
ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, ભાજપે બાળાસાહેબને વચન આપ્યુ હતુ કે, એક દિવસ શિવસૈનિક મહારાષ્ટ્રનો સીએમ બનશે.ભાજપે પોતાનો વાયદો તોડ્યો છે. અમે નવુ ગઠબંધન કરવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શિવસેનાએ પોતાના 56 ધારાસભ્યોને હાલમાં મુંબઈની જ હોટલમાં રાખ્યા છે. તેમને કેટલાક દિવસો સુધી મુંબઈમાં જ રહેવા માટે જણાવાયુ છે. કહેવાય છે કે, આજે સાંજે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે એક બેઠક થવાની છે. એ પછી ત્રણે પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળવા જવાના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.