દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.રોજ હજારો નવા દર્દીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે .આવી સ્થિતિમાં પણ આફતને કમાણીનુ સાધન બનાવનારાઓનો દશમાં તોટો નથી.
સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્ય છે જેમાં મેરઠની એક હોસ્પિટલ 2500 રુપિયામાં કોરોના નેગેટિવનો બોગસ રિપોર્ટ આપતી જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલનુ લાઈસન્સ રદ કરી દેવાયુ છે.
મેરઠના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા મામલાની તપાસ થઈ રહી છે.હોસ્પિટલ સામે કેસ પણ કરવામાં આવી રહ્યો છે.તેમના કહેવા પ્રમાણે હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ મેળવીને લોકો આસાનીથી બીજી બીમારીની સારવાર કે ઓપરેશન કરાવી શકતા હતા.
આમ આ બોગસ રિપોર્ટ મેળવનાર વ્યક્તિ જો ખરેખર કોરોના પોઝિટિવ હોય તો બીજા સેંકડો વ્યકિતઓને ચેપ લગાડી શકે તેવુ જોખમ હોવા છતા હોસ્પિટલ પૈસા માટે બોગસ નેગેટિવ રિપોર્ટ આપતી હતી.જેનાથી સરકાર પણ ચોંકી ઉઠી છે.સત્તાધીશોનુ કહેવુ છે કે, બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની હરકત થશે તો આકરા પગલા લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.