બીજેપી નેતા સુબ્રમણ્મય સ્વામીએ શુક્રવારનાં દાવો કર્યો છે કે મુંબઈમાં વર્ષ 2008માં થયેલા 26/11 હુમલાની પાછળ યૂપીએ અને પાકિસ્તાન હતુ. સ્વામીએ કહ્યું આમાં કૉંગ્રેસનાં 4 ટૉપ લીડર સામેલ હતા. શુક્રવારનાં સ્વામીએ ટ્વિટ કર્યું કે, ‘હવે પહેલી નજરમાં પુરતી સટીક જાણકારી છે કે એક કેસ બનાવવા માટે તપાસ આયોગ બનાવી શકાય છે કે 26/11નો મુંબઈ આતંકવાદી હુમલો યૂપીએ અને પાકિસ્તાનની સેનાનું સંયુક્ત સાહસ હતુ, જેનો ઉદ્દેશ હિંદુત્વને ધક્કો મારવાનો હતો. 4 ટોચનાં કૉંગ્રેસ નેતા સામેલ છે, આ માટે આરોપી છે. નમકહરામી!’
ઉલ્લેખનીય છે કે 2008માં 26 નવેમ્બરનાં લશ્કર-એ-તૈયબાનાં 10 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 174 લોકોનાં મોત થયા હતા. હુમલામાં સામેલ 9 આતંકવાદીઓને ઠાર કરાયા હતા, જ્યારે અજમલ કસાબને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વામી કૉંગ્રેસ અને ગાંધી પરિવાર પર તીખા પ્રહારો કરતા રહે છે. સ્વામી સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને લઇને પણ ટિપ્પણીઓ કરે છે.
ગત મહિને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લઇ લેવાનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયનું સમર્થન કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતુ કે, આના પર આપત્તિ વ્યક્ત કરનારા લોકો કૉર્ટમાં પડકાર આપી શકે છે. તેમણે કહ્યું કે યૂપીએ કાર્યકાળમાં પણ કેટલાક નેતાઓની સુરક્ષા ઘટાડી દેવામાં આવી હતી. સ્વામીએ રાજ્યસભામાં કહ્યું હતુ કે, “હંમેશાથી ગૃહ મંત્રાલયની અંતર્ગત એક વિશેષ કમિટી હોય છે જે આ નિર્ણય લે છે અને જો આમાં કોઈને કંઇ શક છે તો તેઓ ક્યારેય પણ કૉર્ટ જઈ શકે છે અને આને પડકારી શકે છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.