– અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં ઘટસ્ફોટ
– પુલવામા હુમલાના કાવતરાખોર મસૂદ અને સાજિદને પાક.ની કુખ્યાત ગુપ્તચર એજન્સીએ સાત સ્તરની સલામતી આપી
પાકિસ્તાન ભારત પર હુમલા કરનારા આતંકી સંગઠનોને આશ્રય આપી રહ્યું છે તેવો આક્ષેપ થોડાક દિવસ પહેલાં અમેરિકાના સ્ટેટ વિભાગના એક રિપોર્ટમાં કરાયો હતો. ત્યાર પછી પાકિસ્તાન લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને મળતું ફન્ડિંગ અટકાવવામાં નિષ્ફળ ગયું હોવાનું જણાવીને એફએટીએફે પાકિસ્તાનને તેના ગ્રે લિસ્ટમાં જ રાખ્યું હતું.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ બધા અહેવાલનો ફગાવી દીધા હોવા છતાં મીડિયા રિપોર્ટ્સ મુજબ પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસુદ અઝહર અને મુંબઈમાં 26/11ના હુમલાના મુખ્ય કાવતરાંખોર સાજિદ મીરને પાકિસ્તાનમાં આઈએસઆઈનું રક્ષણ અપાયું છે.
એક મીડિયા રિપોર્ટ્સ મુજબ સાજિદ મીર પાકિસ્તાનની જાસૂસી સંસૃથા આઈએસઆઈના સંરક્ષણ હેઠળ છે. તે રાવલપિંડીના ગાર્ડન વિલા હાઉસિંગ સોસાયટી આૃથવા લાહોરના અલ ફૈઝલ ટાઉન અને ગંદા નાલા વિસ્તારમાંથી કોઈ એક સૃથળે રહે છે.
મીર એ જ વ્યક્તિ છે, જેણે 26મી નવેમ્બરે મુંબઈ પર હુમલા સમયે યહૂદી ધર્મસૃથળ ચાબાડ હાઉસમાં હોલ્ટબર્ગ દંપતીને ગોળી મારવાનો નિર્દેશ આતંકીઓને આપ્યો હતો. સાજિદ મીર 2010 સુધી લશ્કર-એ-તોયબાના ઓપરેશન્સ ચીફ જકી-ઉર-રહમાન લખવીની સલામતીની જવાબદારી સંભાળતો હતો.
તે વિદેશમાં માત્ર આતંકીઓની ભરતી જ નહોતો કરતો પરંતુ પાકિસ્તાનમાં ટેરર કેમ્પ ચલાવતો હતો અને આઈએસઆઈના ઈન્ડિયન મુજાહિદ્દિન ઓપરેશનનો પણ ભાગ હતો, જેને કરાચી પ્રોજેક્ટ કહેવાતો હતો. ભારતીય ગુપ્તચર સંસૃથાઓ મીરને ટ્રેક કરી રહી છે. તે સાત લેવલની સલામતીમાં રહે છે, જે સામાન્ય રીતે આઈએસઆઈ રાજ્યોના વડાઓને પૂરી પાડે છે. તેણે મુંબઈ હુમલા પછી પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે.
એ જ રીતે 2016માં પઠાણકોટ એરબેઝ અને 2019ના પુલવામા હુમલાનું કાવતરૂં ઘડનારો મસૂદ અઝહર બીમાર હાલતમાં પંજાબ પ્રાંતમાં ભાવલપુરમાં મરકઝ-એ-ઉસ્માન-ઓ-અલી, રેલવે લિંક રોડ પર જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયમાં રહે છે. અઝહર ભારત વિરૂદ્ધ હુમલાનું કાવતરૂં બનાવે છે અને તેનો ભાઈ મૌલાના રઉફ અસગર અને તેની ટીમ આ હુમલાઓનો અમલ કરે છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ‘કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ’માં વર્ષ 2019માં પાકિસ્તાનની ભૂમિકા અંગે ઘણું બધું કહેવાયું છે. આ રિપોર્ટ્સ મુજબ ભારતને નિશાન બનાવી રહેલા લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પાકિસ્તાન તેની જમીન પરથી ઓપરેટ કરવા દે છે. પાકિસ્તાને જૈશના સૃથાપક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાયેલા મસૂદ અઝહર અને 2008ના મુંબઈ વિસ્ફોટોના ‘પ્રોજેક્ટ મેનેજર’ સાજિદ મીર જેવા આતંકીઓ વિરૂદ્ધ કોઈ પગલાં લીધા નથી. આ બંને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.