26/11 આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ કરાઈ

પ્રાપ્ત મળતી વિગત અનુસાર બે દિવસ પહેલા જેલમાંથી જામીન મળ્યાં હતા, પરંતુ અમેરિકા પોલીસ દ્વારા બીજી વખત ધરપકડ કરવામાં આવી છે.

ભારત સરકાર ટ્રમ્પ તંત્રને પુરા સહયોગ સાથે પાકિસ્તાન-કેનેડિયાઇ નાગરિકના પ્રત્યાર્પણ માટે જરૂરિયાત કાગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તહવ્વૂર રાણાની જેલની સજા 14 વર્ષની ડિસેમ્બર 2021 પુર થવાની હતી, પરંતુ તેને જલ્દી છોડવામાં આવ્યો હતો.

26/11 આતંકી હુમલાના આરોપીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જેલસમાંથી આતંકી તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા તહવ્વુર રાણાને જામીન મળ્યા હતા.

તહવ્વુર રાણા ભારતથી પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યો છે. પ્રત્યાર્પણ કેસને લઇ US અધિકારીઓએ ફરી ધરપકડ કરી છે. 26/11 આતંકી હુમલામાં તહવ્વુર રાણા વોન્ટેડ છે.

મુંબઇમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાના કાવતરા મામલામાં અમેરિકામાં સજા કાપી ચૂકેલા આતંકવાદી તહવ્વુર રાણાની અમેરિકાના લૉસ એન્જિલિસ શહેરમાં ફરી ધરપકડ કરવામાં આવી છે.

તહવ્વુર રાણાને ભારત મોકલવાની પ્રબળ શક્યતા છે. મુંબઇ આતંકી હુમલામાં ઇચ્છિત પાકિસ્તાની-કનાડાઇ મૂળના તહવ્વુર રાણા વિરૂદ્ધ ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો મામલો હજી બાકી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.