26મી જાન્યુઆરીએ રાષ્ટ્રને કર્યું સંબોધન, નરેન્દ્ર મોદીની 61મી મન કી બાત

વડાપ્રધાન મોદીએ મન કી બાત કરી. પ્રજાસત્તાક દિન હોવાથી આ રવિવારે વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો છે. સવારે 11 વાગ્યાની જગ્યાએ સાંજે 6 કલાકનો સમય નક્કી કરાયો હતો. આ વડાપ્રધાન મોદીનો 61મી મન કી બાત કાર્યક્રમ છે.

વડાપ્રધાન મોદી કહ્યું કે, મારા પ્યારા દેશવાસીઓ આજે 26મી જાન્યુઆરી છે. ગણતંત્ર દિવસની શુભકામનાએ. આ વર્ષ અને દશકનો આ પહેલો કાર્યક્રમ છે. આજે ગણતંત્ર દિવસના લીધે સમયમાં ફેરફાર કરવો પડ્યો. દિવસ બદલાય છે, સમય બદલાય છે, વર્ષ બદલાય છે પરંતુ ભારતના લોકોનો ઉત્સાહમાં કમી નથી. દેશ માટે કંઈક કરવાની ભાવના મજબૂત થતી જાય છે.

છેલ્લા ઘણાં વર્ષોમાં અમે ઘણાં સંકલ્પ લીધાં હશે જેમ કે, સિંગલ યૂઝ પ્લાસ્ટિક, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવા ઘણાં સંકલ્પ આપણે લીધાં છે. અમને બિહારથી શૈલેશજીનો પત્ર મળ્યો છે. તેમણે કહ્યું કે, તમે મન કી બાતમાં ઘણી અપીલ કરો છો. મેં લોકોના ઘરોમાંથી ગરમ કપડાં એકત્રિત કરીને વહેંચવાનો સંકલ્પ લીધો. મેં એક મન કી બાત ચાર્ટર બનાવવાનો સંકલ્પ લીધો છે. શું તમે તેના પર સહી કરશો, હું જ્યારે તેને વાંચી રહ્યો હતો તો મને આશ્ચર્ય થયું.

તેમણે બ્રૂ જનજાતિઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 1997માં જાતિય સંઘર્ષના લીધે બ્રૂ જનજાતિઓને મિઝોરમથી નિકળવું પડ્યું હતું. તેમને ત્રિપુરામાં કેમ્પોમાં રાખવામાં આવ્યા હતા. તેમને પાયાગત સુવિધાથી વંચિત રહેવું પડ્યું. 23 વર્ષ સુધી કેમ્પોમાં કઠીન પરિસ્થિતિઓમાં જીવન વિતાવવું મુશ્કેલ બન્યુ હતું. પરંતુ કષ્ટ છતાં તેમનો વિશ્વાસ ભારતીય સંવિધાનમાં બન્યો રહ્યો. હવે સમજૂતિ માટે તેમની મુશ્કેલીઓ દૂર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.