26 જાન્યુઆરીની પરેડમાં આ વખતે લોકોને કંઈક અલગ જ નજારો જોવા મળશે.આ વખતે ઉત્તર પ્રદેશ તરફથી નવા બનનારા રામ મંદિરને પરેડમાં રજૂ કરવામાં આવશે.
યુપી તરફથી આ વખતે અયોધ્યાને સાંસ્કૃતિક વિરાસત તરીકે પરેડમાં રજૂ કરવાની થીમ પર કામ થઈ રહ્યુ છે.જેમાં દર વર્ષે અયોધ્યામાં યોજાતા દિપોત્સવને પણ દર્શાવવામાં આવશે.સાથે સાથે શબરીના એંઠા બોર, નિષાદ રાજને ભગવાન રામનુ ભેટવુ અને કેવટને આશીર્વાદ જેવા દ્રશ્યો યુપીના ટેબ્લોમાં રજૂ કરાશે.
રાજપથ પર 26 જાન્યુઆરીએ યોજાતી પરેડમાં દરેક રાજ્ય પોતાની સંસ્કૃતિની ઝલક રજૂ કરતુ હોય છે.આ વખતે યુપી સરકારે પોતાના ટેબ્લોમાં રામ મંદિરને રજૂ કરાવનુ નક્કી કર્યુ છે.ખાસ કરીને અયોધ્યાને રિલિજિયસ ટુરિસ્ટ સ્પોટ તરીકે પ્રોજેક્ટ કરવાની સરકારની યોજના છે.ઉલ્લેખનીય છે કે, આ વખતે અયોધ્યામાં દિવાળી નિમિત્તે દિપોત્સવ મનાવાયો હતો અને 6 લાખ દિવડા પ્રગટાવાયા હતા.
આ વખતે પરેડમાં બ્રિટનના પીએમ બોરિસ જોનસન ભારતના મહેમાન બનવાના છે.26 જાન્યુઆરી પરેડની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવતી હોય છે.દરેક રાજ્યો પાસે તેમની થીમની જાણકારી મંગાવાતી હોય છે અને યુપી સરકારે જે જાણકારી મોકલી છે તેમાં અયોધ્યા થીમનો સમાવેશ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.