ભારતમાં નારી શક્તિના સન્માનની પરંપરા રહી છે. આ સન્માન રૂપે જ ડૉટર્સ ડે એટલે કે દિકરી દિવસ મનાવવામાં આવે છે. ડૉટર્સ ડે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે મનાવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 27 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે. આ દિવસે દેશ પોતાની દિકરીઓનું સન્માન કરશે અને દેશના વિકાસમાં દિકરીઓના યોગદાનને યાદ કરશે. આ અવસરે લોકો પોતાની દિકરીઓ સાથેની યાદગાર તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરશે અને તેમને ભેટ આપશે. આ દિવસ દિકરીઓને અહેસાસ અપાવવામાં આવે છે કે તે દિકરાઓ સમાન જ હોય છે. પરિવારમાં તેમનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જેટલું દિકરાનું હોય છે.
પૉલિટિક્સ, બિઝનેસ, અને ફિલ્મ જગત સાથે સંકળાયેલ તમામ સેલેબ્રિટીઝ પોતાની દિકરીઓ સાથેની તસવીર શેર કરે છે. ભારતમાં ડૉટર્સ ડેનું ખાસ મહત્ત્વ છે. તેનું કારણ એ છે કે શરૂઆતમાં ભારતીય સમાજ દિકરીને ભારણ રૂપ સમજવામાં આવતી હતી તેની અવગણના કરવામાં આવતી હતી. તેમની ભૂમિકા માત્ર રસોડા સુધી મર્યાદિત કરી દેવામાં આવતી હતી. ઘરમાં દિકરીનો જન્મ થતાં જ તેનાં લગ્ન કરાવીને તેને બીજા ઘરે રવાના કરવાનો વિચાર શરૂ થઇ જતો હતો, પરંતુ હવે સમય સાથે આ બધા વિચારોમાં પણ પરિવર્તન આવ્યા છે. અને હવે ઘરમાં દિકરીઓને સમાન સન્માન પ્રાપ્ત થાય છે.
દિકરીઓએ પણ હંમેશા પોતાની ક્ષમતા સાબિત કરી છે. આજે કોઇ ક્ષેત્ર એવું નથી જ્યાં દિકરીઓએ પોતાની પ્રતિભાનું સફળ પ્રદર્શન ન કર્યુ હોય. દિકરીઓ એ દરેક કામ કરવા માટે સક્ષમ હોય છે જે કામ દિકરાઓ કરી રહ્યા છે. સરકારે પણ તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. દિકરીઓને શાળામાં અભ્યાસ માટે સમાન તકો ઉભી કરવામાં આવી છે.
આ રીતે મનાઓ દિકરી દિવસ 2020
જો પરિવારમાં દિકરી છે તો તેનું સન્માન કરો. તેને ભેટ આપો. એકવાર ફરીથી તેને અહેસાસ કરાવો કે તે પરિવાર માટે કેટલી ખાસ છે. દિકરી છે તો પરિવારમાં રોનક છે. જો ઘરમાં દિકરી નથી તો કોઇ અન્યની દિકરી પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.